'ચાર બંગડીવાળી ગાડી' જે ખૂન કેસમાં સંડોવાઇ, તે કેસ શું છે? જાણો સંપૂર્ણ વિગત
ભાગેલો યુવક કાંતિભાઇ ઉર્ફે કાળુભાઇના સમાજનો હતો તેથી યુવતીના પરિવારજનોએ કાંતિભાઇ ઉર્ફે કાળુ ભાઇને ઉપાડી જઇને હિરાપૂરા ફાર્મમાં ગોધી રાખીને ઢોર માર મારીને હત્યા કરીને લાશ વટવામાં ફેકી દીધી હતી. કાંતિભાઇની હત્યામાં યુવતીના 3 ભાઇઓ અને અમદાવાદના 3 શખ્સો સામેલ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગુજરાતી હિટ આલ્બમ ચાર ચાર બંગડી વાળી ગાડી (ઔડી) લાવી દઉના આલ્બમમાં વપરાયેલી કાર હત્યા કેસમાં પકડાઇ છે. કિંજલ દવેના આલ્બમમાં વપરાયેલી કારમાં બે મહિના પહેલા અપહરણ થયું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
મૃતક કાંતિભાઇ 16 જુલાઇના રોજ ઘરેથી કડિયાકામ માટે ગયા અને ત્યાર બાદ ઘરે નહોતા આવ્યા. 17 જુલાઇના રોજ તેમની લાશ મળી હતી...વટવા પોલીસની તપાસમાં બહાર આવ્યું કે, તેમને પાલડી વિસ્તારમાંથી ઉપાડી લઇને 6 લોકોએ હત્યા કરી લાશ ફેકી દીધી હતી.
વટવા પોલીસે અમદાવાદના અક્ષય ભરવાડ, ભરત ભરવાડ, હમીર ભરવાડ અને યુવતીના 3 ભાઇઓ દાનાભાઇ ભરવાડ, રમેશ ભરવાડ, અરજણ ભરવાડને ઝડપી લઇને હત્યા કરવામાં વાપરવામાં આવેલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વધુ તપાસ ચાલું રાખી હતી.
આ કેસમાં મે મહિનામાં ધ્રાંગ્રધાના યુવક અને યુવતી ભાગી જતા યુવતીના પરિવારજનોને અમદાવાદમાં રહેતા મૃતક કાંતિભાઇ પર શંકા જતાં હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. આ લાશઓઢવના વિરાટનગરમાં રહેતા અને કડિયા કામ કરતા કાંતિભાઇ ઉર્ફે કાળુભાઇની લાશ હતી.
આરોપીઓના સમાજની યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા ભાગી જનાર યુવકના સમાજના લોકોને અમદાવાદમાં રહેતા ક્રાંતિભાઇ ઉર્ફે કાળુભાઇ પર શંકા હતી કે, તેમણે ભાગી ગયેલ યુવક-યુવતીને અમદાવાદમાં આસરો આપ્યો હશે. મે મહિનામાં ધ્રાંગધ્રાથી યુવક અને યુવતી ભાગીને અમદાવાદ આવ્યા હતા.
આ કેસની વિગત એવી છે કે, અમદાવાદના વટવામાં આવેલા મરિયમ બીબી દરગાહ રોડ પર અવાવરું ઝાડીમાંથી 17 જુલાઇ વહેલી સવારે અર્ધનગ્ન હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. વટવા પોલીસે આ કેસમાં 6 આરોપીને ઝડપ્યા હતા. હત્યાનું કારણ ઓનર કિલિંગ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -