હાર્દિક પટેલની કરાઈ ધરપકડ, પછી શું થયું ? જાણો મહત્વની વિગત
હાર્દિકે ચેતવણી આપી હતી કે ભાજપ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ રમત રમવામાં આવી તો તેનું પરિણામ આગામી દિવસોમાં ભાજપ સરકાર ભોગવવા માટે તૈયાર રહે.હાર્દિક પટેલે જણાવ્યું હતું કે રામોલમાં થયેલો કેસ બિલકુલ ખોટો અને ઉજાપવી કાઢેલો છે. કોઇના દબાણમાં આવીને ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કેસમાં હાર્દિક પટેલે કોર્ટમાંથી પહેલાં જ આગોતરા જામીન મેળવી લીધા હોવાથી પોલીસ સમક્ષ તેણે આગોતરા જામીન રજૂ કરી દીધા હતા. પોલીસે આગોતરા જામીનની ચકાસણી કર્યા પછી હાર્દિક પટેલને મુક્ત કરી દીધો હતો. હાર્દિક પટેલ સાથે રાહુલ પટેલ અને અક્ષય પટેલની પણ ધરપકડ કરાઈ હતી અને તેમને પણ જવા દેવાયા હતા.
હાર્દિકે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, થોડાંક સમય પહેલા અમદાવાદનાં વસ્ત્રાલના ભાજપના કોર્પોરેટર દ્વારા હાર્દિક પટેલ, રાહુલ પટેલ, કિરણ પટેલ સહિતના 60 લોકોને ખોટી રીતે ફસાવવા ફરિયાદ કરાઈ છે. જેના અનુસંધાને કાયદા અને ન્યાયતંત્રને માન આપીને હાર્દિક પટેલ સોમવારના રોજ ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થશે.
અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના નેતા હાર્દિક પટેલની ગઈ કાલે ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાઈ હતી. વસ્ત્રાલ ખાતે ભાજપના કોર્પોરેટર પરેશ પટેલના ઘરે હંગામો કરવાના કેસમાં પોલીસ દ્વારા ઔપચારિક ધરપકડ કરાઈ હતી અને થોડા સમય બાદ જામીન પર મુક્ત કરી દેવાયો હતો.
વસ્ત્રાલમાં ભાજપાના કોર્પોરેટના ઘરે તોડફોડ કર્યા બાદ નોંધાયેલા રાયોટિંગના કેસમાં અગાઉ 27 માર્ચના રોજ હાર્દિક પટેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યો હતો પણ આ કેસના તપાસનીશ અધિકારી હાજર ન હોવાથી હાર્દિક ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવી થોડીક જ ક્ષણોમાં નીકળી ગયો હતો અને કોઇ ધરપકડ થઇ નહોતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -