આ છે હાર્દિક પટેલની ગર્લફ્રેન્ડ, પાટીદાર આંદોલન ચલાવતા હાર્દિકની ગર્લફ્રેન્ડ પાટીદાર નથી, જાણો હાલમાં શું કરે છે?
કિંજલ હાલમાં સુરતમાં એલએલબીમાં અભ્યાસ કરે છે. તેમના પરિવારમાં માતાપિતા, એક બહેન અને એક ભાઈ છે. કિંજલ લગ્ન બાદ પણ વકીલ તરીકે પ્રેક્ટિસ કરશે. હાર્દિકે હળવાશથી કહ્યું કે, મારી સામે બહુ બધા કેસ થયેલા છે એ જોતાં મારા કેસ એને જ લડાવવા પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે મીડિયા સાથે કિંજલ પરીખ વિશે રસપ્રદ વાતો કરી છે. કિંજલ વૈષ્ણવ-પાટીદાર દંપતિનું સંતાન છે. તેનાં મમ્મી પટેલ છે અને પિતા વૈષ્ણવ વણિક છે તેથી તેની અટક પરીખ છે. કિંજલને વાંચનનો, ડાયરી લખવાનો શોખ છે. તેને નવલકથાઓ વાંચવી ખૂબ ગમે છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે લગ્ન કરવાની જાહેરાત કરી છે. હાર્દિક પટેલ પોતાની સાત વર્ષ જૂની ગર્લફ્રેન્ડ કિંજલ પરીખ સાથે લગ્ન કરવાનો છે. હાર્દિક કરતાં કિંજલ એક વર્ષ પાછળ ભણતી હતી અને બંને પ્રેમમાં પડ્યાં હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -