PAASના કાર્યકરોએ અરવિંદ કેજરીવાલને આપ્યું આવેદનપત્ર, શું કરી માંગણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Oct 2016 12:33 PM (IST)
1
2
3
4
5
પાટીદાર નેતા હાર્દિક પટેલે ખુલ્લેઆમ કેજરીવાલના ગુજરાત પ્રવાસને ટેકો નથી આપ્યો પરંતુ તેણે આડકતરી રીતે કેજરીવાલને સમર્થન આપતો હોય તેવી કેટલીક ટ્વિટ ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કરી છે.
6
અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના ચાર દિવસના પ્રવાસ પર છે. કેજરીવાલનો આ પ્રવાસ 2017માં રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં માનવામાં આવી રહ્યો છે. કેજરીવાલ આ પ્રવાસ દરમિયાન પાટીદારોને ખુશ કરવાનો પ્રયાસ કરશે. જોકે, કેટલાક સ્થળે કેજરીવાલને પાટીદારોના વિરોધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક પાટીદારોના મતે કેજરીવાલ ભાજપ સરકારથી નાખુશ પાટીદારોને ખુશ કરી રાજકીય રોટલી શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઇકાલે મહેસાણામાં પાટીદાર અનામત આંદોલન સમિતિ, મહેસાણના કાર્યકરોએ અરવિંદ કેજરીવાલને આવેદનપત્ર આપ્યુ હતું.