Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
18 ડિસેમ્બર પહેલા જીતવા માટે BJP કરશે EVM માં ગરબડી: હાર્દિક પટેલ
તમને જણાવી દઈએ કે કૉંગ્રેસે 18 ડિસેમ્બરે મતગણતરી દરમિયાન 25 ટકા VVPAT પરચીને ઈવીએમ સાથે મેળવાની માગ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 18 ડિસેમ્બરે થશે. ત્યારે એક્ઝિટ પોલમાં ભાજપને મળી રહેલી જીતને લઈને પાસ કન્વિનર હાર્દિક પટેલે ઈવીએમ પર ગરબડીની આશંકા વ્યક્ત કરી છે. હાર્દિકે કહ્યુ કે જો ઈવીએમ સાથે ગરબડી નહીં કરવામાં આવે તો ભાજપ ચૂંટણી હારશે.
તેના બાદ હાર્દિકે બીજી ટ્વિટ કરી લખ્યું કે “ગુજરાતમાં ભાજપનો હારનો મતલબ છે ભાજપનું પતન. ઈવીએમમાં ગરબડી કરીને ભાજપ ગુજરાત ચૂંટણી જીતશે અને હિમાચલ પ્રદેશની ચૂંટણી હારશે જેથી કોઈ પ્રશ્ન નહીં ઉઠાવે.”
હાર્દિકે શનિવારે ભાજપ પર આરોપ લગાવતા એક ટ્વિટ કરી કહ્યું કે 18 ડિસેમ્બર પહેલા શનિવાર અને રવિવારની રાતે ભાજપ ઈવીએમ સાથે ગરબડી કરવા જઈ રહી છે. હાર્દિકનો દાવો છે કે જો ઈવીએમ સાથે ગરબડી નહીં થાય તો ભાજપને 82 બેઠકો મળશે. ભાજપ ચૂંટણી હારી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -