Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં કોંગ્રેસની કેટલી બેઠકો આવશે? અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે ‘હિરો’ કે ‘ઝીરો’? જાણો વિગતે
કોંગ્રેસને આશા હતી કે અલ્પેશ ઠાકોરને આપવામાં આવેલ 12 બેઠકોમાંથી પાર્ટી માંડ 2થી 3 બેઠકો જીતી શકે છે. કોંગ્રેસનો દાવો છે કે ખાનગી ચેનલના એક્ઝિટપોલ ભલે ભાજપની તરફેણમાં આવ્યા હોય પરંતુ કોંગ્રેસના આંતરિક સર્વે મુજબ પાર્ટી રાજ્યમાં સરકાર બનાવી રહી છે. જોકે આ બંન્ને દાવામાંથી કોણ સાચું પડે છે તે નિર્ણય 18 ડિસેમ્બરે થઈ જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં અલ્પેશ ઠાકોરે પોતે પણ ઉત્તર ગુજરાતના રાધનપુરથી ઉમેદવારી કરી છે. 14 તારીખે બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું જેનું પરિણામ 18 ડિસેમ્બરે આવશે.
પરંતુ અલ્પેશ ઠાકોર અને તેના સમર્થકોને આપવામાં આવેલ બેઠકો પર કોંગ્રેસનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી જેના કારણે પાર્ટી હવે 95થી 105 બેઠકો જીતે તેવી શક્યતા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયો હતો અને ગુજરાતમાં 12 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસે અલ્પેશ ઠાકોરના સમર્થકોને મેદાનમાં ઉતાર્યા હતાં.
આ સર્વે મુજબ, ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી સત્તામાં વાપસી કરતી નજરે પડી રહી છે. પાર્ટીના સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમને ગુજરાતમાં 110થી 115 બેઠકો મળે તેવી શક્યતા છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જાહેર કરાયેલા વિવિધ એક્ઝિટ પોલમાં ભાજપને પૂર્ણ બહુમતી મળ્યાંની સ્થિતિની સામે કોંગ્રેસે કરાવેલા સર્વેમાં કોંગ્રેસ 110થી 115 બેઠકો મેળવી 22 વર્ષના વનવાસ બાદ ફરી સત્તા ગ્રહણ કરે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.
ગુજરાત ચૂંટણીને લઈ જાહેર કરવામાં આવેલ એક્ઝિટ પોલમાં ભાજપ છઠ્ઠી વખત સત્તામાં આવતી નજરે પડી રહી છે. જોકે કોંગ્રેસે પણ ગુજરાતમાં એક આંતરિક સર્વે કરાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -