હાર્દિક પટેલને એસ પી સ્વામીએ પાણી પીવા માટે કર્યો આગ્રહ, ભાવુક થયો હાર્દિક
પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસનો સાતમો દિવસ છે. હાર્દિકે પાણીનો પણ ત્યાગ કર્યો છે. હાર્દિકના આરોગ્યની તપાસ સોલા સિવિલ હોસ્પિટલના તબીબે કરી હતી જેમાં તેની કિડની પર અસર થઈ હોવાની વાત કરી હતી. પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવા માફી મામલે હાર્દિક પટેલ 7 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિક પટેલને સમર્થન આપવા માટે અર્જુન મોઢવાડીયા, ધારાસભ્ય શૈલેષ પરમાર, કનુ કલસરીયા અને ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પણ આવી પહોંચ્યા હતા.
અમદાવાદ: હાર્દિક પટેલની મુલાકાતે આવેલા ગઢડાના એસ પી સ્વામી સહિતના આગેવાનોએ હાર્દિકને જળ ત્યાગ મૂકી પાણી પીવા માટે આગ્રહ કર્યો હતો પરંતુ હાર્દિકે મનાઈ કરી હતી. હાર્દિક પટેલ તૈયાર ન થતાં એસ.પી સ્વામી એ હાર્દિકના માતા-પિતા સાથે ચર્ચા કરી હતી. એસ પી સ્વામી સાથે વાત કરતા હાર્દિક પટેલ ભાવુક થઈ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -