✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘એક મોટો બોમ્બ મારા ખિસ્સામાં છે, થોડા દિવસ જવા દો પછી હું આ બોમ્બ ફોડીશ’, હાર્દિક પટેલના કયા મિત્રએ કર્યો આ દાવો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Nov 2017 09:31 AM (IST)
1

નરેન્દ્ર પટેલે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આપેલા નિવેદનને પણ વખોડ્યું હતું. જેમાં તેમણે પાસ અને હાર્દિક પટેલને કોંગ્રેસના એજન્ટ કહ્યા હતા. નરેન્દ્ર પટેલે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, જો ભાજપને 50થી વધારે બેઠક મળશે તો હું નિકોલમાં પગ નહીં મૂકું. મહેસાણામાં આ વખતે નીતિન પટેલની ડિપોઝિટ જપ્ત થવાની છે.

2

નરેન્દ્ર પટેલે જાહેર સભા સંબોધતા જણાવ્યું હતું કે, ‘મિત્રો આપણે વરુણ પટેલ અને જીતુ વાઘાણીનો બોમ્બ તો ફોડી દીધો પણ એમનો એક બીજો મોટો બોમ્બ મારા ખિસ્સામાં છે. મિત્રો, થોડા દિવસમાં ફોર્મ ભરાઈ જવા દો, મૂરતિયાઓ તૈયાર થઈ જવા દો, અમિત શાહે મારી સાથે જે વાત કરી છે એ બોમ્બ હું ફોડવાનો છું અને જ્યારે એ બોમ્બ નીકળશે ત્યારે અમિત શાહને ગુજરાતનો નક્શો ભૂલાઈ જશે.’

3

4

હાર્દિકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણીમાં ફંડ આપવા માટે સ્કૂલોની ફી પણ વધારી દેવાઈ છે. હાર્દિકે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા, જિજ્ઞેશ મેવાળી રાહુલને મળ્યા તેનો તેમના સમાજમાં કોઈએ વિરોધ ન કર્યો, પણ મારો વિરોધ કરવા લોકો તૈયાર જ બેઠા છે.

5

અમદાવાદના ઠક્કરનગરમાં હાર્દિક પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, મારો વિરોધ કરનારા ભાજપ યુવા મોરચાના જ લોકો છે, જે જય સરદાર જય પાટીદાર લખેલી ટોપી પહેરીને મારો વિરોધ કરી રહ્યા છે. હાર્દિકે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, સમાજના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા સત્તાવાળા કંઈ કરતા નથી, માટે અમે વિરોધ પક્ષના લોકોને મળવા ગયા. જેનાથી કેટલાક લોકોના પેટમાં તેલ રેડાયું.

6

અમદાવાદ: થોડા દિવસ પહેલા જ ભાજપમાં જોડાયાના કલાકોમાં પક્ષમાંથી રાજીનામું આપનારા હાર્દિક પટેલના સાથી નરેન્દ્ર પટેલે વધુ એક ધડાકો કર્યો હતો. નરેન્દ્ર પટેલે ભાજપ છોડતી વખતે દાવો કર્યો હતો કે, ભાજપે તેને પોતાની સાથે જોડાવવા એક કરોડ ઓફર કર્યા હતા અને પ્રેસ કોન્ફરન્સમાં રોકડા પૈસા પણ બતાવ્યા હતા. શુક્રવારે નરેન્દ્ર પટેલે અમદાવાદના ઠક્કરનગરમાં એક સભામાં બોલતા જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ સાથે પણ તેમની આ અંગે વાત થઈ હતી, જેનો પુરાવો તેમની પાસે છે.

  • હોમ
  • અમદાવાદ
  • ‘એક મોટો બોમ્બ મારા ખિસ્સામાં છે, થોડા દિવસ જવા દો પછી હું આ બોમ્બ ફોડીશ’, હાર્દિક પટેલના કયા મિત્રએ કર્યો આ દાવો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.