ભાજપે પહેલા તબક્કા માટે 89 ઉમેદવારોની પેનલ કરી તૈયાર, ઉમેદવારોની પસંદગીમાં શું પડી રહી છે મુશ્કેલી?
અમુક બેઠકો પર ટૂંકી ચર્ચા ચાલી હતી તો જ્યાં ભાજપ માટે પડકારરૂપ બનવાની છે અથવા તો પક્ષમાંથી અસંતોષ ઉભો થવાની શક્યતાઓ છે તેવી બેઠકો પર સમિતિનાં નેતાઓએ ૧૫ મિનિટથી લઇ અડધો કલાક સુધી વિવિધ ચર્ચા કરી, પેનલને આખરી ઓપ આપ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વખતની ચૂંટણીમાં લગભગ ૬૦ ટકાથી વધુ ધારાસભ્યોને રિપીટ ન કરાય તેવી શક્યતાઓ હોઇ, પક્ષની અંદરથી ઉમેદવારોની જાહેરાત બાદ કોઇ વિરોધ વંટોળ ઉભો ન થાય તેની તકેદારી અત્યારથી જ રાખવામાં આવી રહી છે. પ્રદેશ ચૂંટણી સમિતિએ પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પૈકીની તમામ બેઠકો પર સૌ કોઇનો અભિપ્રાય, સૂચનો લીધા હતા.
જે તે ઉમેદવારને મુકવાથી અને ચોક્કસ ઉમેદવારને નહીં મુકવાથી કેવા રાજકીય સમીકરણો બની રહ્યા છે, સ્થાનિક સ્તરે તેની કેવી અને કેટલી અસર પડશે, મતદારો કેવુ વલણ અપનાવી શકે છે વગેરે જેવા ઝીણામાં ઝીણા મુદ્દાઓનો ઉંડો અભ્યાસ કરાઇ રહ્યો છે.
આજે શનિવારે બીજા તબક્કામાં ૯૩ સભ્યોની પસંદગી માટેની પેનલ બનાવાશે. ભાજપના સૂત્રો જણાવે છે કે, પ્રદેશના ટોચના નેતાઓને પણ ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં ઘણી મુશ્કેલીઓ નડી રહી છે. ખાસ કરીને પાટીદાર પ્રભાવિત વિસ્તારોની બેઠક માટે તેઓ કોઇ ચાન્સ લેવા માગતા નથી.
શુક્રવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આ બેઠક મોડી રાત સુધી ચાલી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ સવારથી જ હાજર રહ્યા હતા. તેઓ મીટીંગમાંથી એક પણ વખત બહાર નીકળ્યા નહોતા. બેઠકમાં પહેલા તબક્કાના 89 ઉમેદવારોની પેનલ તૈયાર કરાઇ છે. જોકે, પાટીદાર પ્રભાવિત વિસ્તારો માટે ઉમેદવારો નક્કી કરવામાં પક્ષને મુશ્કેલી પડી રહી છે
અમદાવાદઃ આગામી નવમી ડિસેમ્બરે પહેલા તબક્કાની ચૂંટણી થવાની છે, ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા પહેલા તબક્કાના ઉમેદવારો નક્કી કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસે ચૂંટણી માટે 110 ઉમેદવારોના નામ નક્કી કરી નાંખ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે ભાજપ દ્વારા 89 ઉમેદવારોની પેનલ તૈયાર કરવામાં આવી છે. હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ફાયનલ લિસ્ટ નક્કી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -