પાટીદાર અનામત આંદોલનને લઇને હાર્દિકની મોટી જાહેરાત, 25 ઓગસ્ટથી બેસશે આમરણાંત ઉપવાસ પર
હાર્દિકે ફેસબુક પર લખ્યું હતું કે, હું પાટીદાર ક્રાંતિ દિવસ એટલે કે 25 ઓગસ્ટથી પાટીદાર સમાજ ને અનામત આપવાની માંગ સાથે આમરણ ઉપવાસ ઉપર ઉતરીશ. જ્યાં સુધી પાટીદાર સમાજને અનામતનો લાભ નહિ મળે ત્યાં સુધી હું આમરણ ઉપવાસ ઉપર બેસીશ. જીવ જાય તો જાય પણ હવે અનામત ઉપર સરકાર કોઇ ચોક્કસ નિર્ણય કરે.
વધુમાં હાર્દિકે કહ્યું કે, ગુજરાતમાંથી રોજ હજારોની સંખ્યામાં લોકો જોડાશે અને અસંખ્ય લોકો મને સહયોગ આપવા એક દિવસના પ્રતીક ઉપવાસ પણ કરશે. તે સિવાય દરરોજ એક વ્યક્તિ સરકારને અનામત મુદ્દે જગાડવા માટે મુંડન પણ કરાવશે.
હાર્દિક પટેલે કહ્યું કે, તે પાટીદારોને અનામત અપાવવા માટે જીવ આપી દેવા માટે તૈયાર છે. અને આ માટે તે 25 ઓગષ્ટથી અચોક્સ મુદ્દતના આમરણ ઉપવાસ પર ઉતરશે. હાર્દિક પટેલે ફેસબુક લાઈવમાં જાહેરાત કરી છે કે, સમાજ માટે જીવ આપી દઈશ, પાટીદારોને ન્યાય અપાવવાનો વાયદો કર્યો છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે ફરીવાર અનામત રાગ આલાપ્યો છે. હાર્દિક પટેલ ફેસબુક લાઇવ મારફતે પાટીદાર સમાજ સાથે જોડાયો હતો. જેમાં તેણે સરકાર પાસે પાટીદાર સમાજ માટે અનામતની માંગણી કરી હતી. અને કહ્યું હતું કે, તે આગામી 25 ઓગસ્ટથી અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર ઉતરશે. નોંધનીય છે કે 25 ઓગસ્ટના રોજ પાટીદાર અનામત શરૂ થયાને ત્રણ વર્ષ પૂરા થશે.