ઉત્તર ગુજરાતની લોકસભાની 6 બેઠકો પર ઉભા રહેવા કોંગ્રેસમાંથી કોણે નોંધાવી દાવેદારી ? જાણો વિગત
સાબરકાંઠા લોકસભા બેઠક પર ડાહ્યાભાઇ પટેલ અને ધારાસભ્ય અશ્વિન કોટવાલનો દાવો છે તો પાટણ બેઠક પર ઠાકોર ઉમેદવારની માંગ કરાઈ છે. આ પૈકી પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરનું નામ એકમતે રજૂ કરાયું હતું. જો કે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પણ શકયતા રહેલી છે. ગાંધીનગર લોકસભા બેઠક માટે ધારાસભ્ય સી. જે. ચાવડાની વિચારણા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબનાસકાંઠા લોકસભા બેઠક માટે કુલ 4 દાવેદારો મેદાનમાં આવ્યા છે અને તેમણે દાવેદારી નોંધાવી છે. આ પૈકી ડીસાના ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી અને ધાનેરાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ચૌધરી આગેવાન જોઇતાભાઇ પટેલ દાવેદાર છે. આ સિવાય યુવા નેતા ગુલાબસિંહ રાજપૂત અને દિનેશ ગઢવીએ દાવેદારી નોંધાવી છે.
આ પૈકી ઉત્તર ગુજરાતની બેઠકો પર સૌથી વધારે રજૂઆતો થઈ કેમ કે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની જીતની તકો વધારે છે તેવું કોંગ્રેસના નેતાઓ માને છે. આ બેઠકો પૈકી મહેસાણા લોકસભા બેઠક માટે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે દાવેદારી કરી છે. જો કે સામે પટેલ અને ઓબીસી સમાજે પોતાનો ઉમેદવાર મૂકવા રજૂઆત કરી છે.
અમદાવાદઃ કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ ગુજરાતના પ્રભારી રાજીવ સાતવના અધ્યક્ષસ્થાને 3 દિવસ લગી બેઠકોનો દૌર ચલાવ્યો. આ બેઠકોમાં લોકસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને સમીક્ષા કરવામાં આવી. આ સમીક્ષા બેઠકમાં 25 લોકસભા બેઠકો માટે ચર્ચા થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -