અમદાવાદઃ પાંચમી ઓગસ્ટે હાર્દિકે બોલાવ્યું પાટીદારોનું સંમેલન, કેટલા લોકો રહેશે હાજર?
હાર્દિકે જણાવ્યું હતું કે, પાટીદારોને ન્યાય અપાવવા માટે પાસ તરફથી આ આંદોલનમાં ફરી પ્રાણ પુરવાનું નક્કી કરાયું છે. આ માટે સમગ્ર ગુજરાતના પાટીદાર અનામત આંદોલન સમિતિના તાલુકા કન્વીનરોને જાણ કરાઇ છે કે, જો કોઇ ફેરફાર ન થાય તો અમદાવાદમાં ૫ ઓગસ્ટે ૩૦ હજાર પાટીદારનું વિશાળ સંમેલન મળશે. જેમાં પ્રત્યેક પાટીદારના બહુમતીવાળા ગામોમાંથી ૧-૧ પાટીદાર આવશે. ઉપરાંત ૨૬ ઓગસ્ટે પાટણ ખાતે 'પાટીદાર શહિદ દિન' મનાવાશે. જેમાં ૫૦ હજાર પાટીદારો ઉમટી પડશે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ અનામતની માંગણી સાથે શરૂ થયેલું પાટીદાર અનામત આંદોલન ફરીથી સક્રિય થઈ રહ્યું છે. આગામી 25મી ઓગસ્ટે પાટણમાં 51 હજાર યુવકો ભેગા થવાના છે. આ પહેલા હાર્દિક પટેલે પાંચમી ઓગસ્ટે પાટીદારોના સંમેલનનું અમદાવાદ ખાતે આયોજન કર્યું છએ. આ સંમેલનમાં 30 હજાર પીટાદારો ઉપસ્થિત રહેવાના છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિકના જણાવ્યા અનુસાર અલગ-અલગ માંગણીઓ સાથે શરૂ થયેલું આ આંદોલન યેનકેન પ્રકારે સંકેલી લેવાય તે માટે રાજ્ય સરકાર અને ભાજપ તરફથી તમામ પ્રકારના પ્રયાસો થયા છે અને આ આંદોલનમાં ૧૩ જેટલા યુવાનોની આહુતિ લેવાઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -