હાર્દિક પટેલે કર્યું અરવિંદ કેજરીવાલનું સમર્થન, જાણો શું કહ્યું
વધુમાં હાર્દિકે કહ્યુ કે, કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા પણ આપણા સમાજનું કઈ બોલ્યો પણ નથી. માટે સમજાય તો લાબું વિચારજો. અને વિરોધ કરવાનો જ હોય તો એ તાકાતથી કરજો કે ભાજપના પણ પેન્ટ ભીના થાય. અને કોઈ જ પાર્ટી સાથે મારે કોઈ જ લેવાદેવા નથી.
હાર્દિકે પોતાના ફેસબુક પેજ પર લખ્યુ હતું કે ઘણી બધી ચર્ચા પછી લખી રહ્યો છું કે કેજરીવાલનો વિરોધ તો મારે પણ કરવો તો પણ બધાનો વિરોધ કરીશું તો આપણા સમાજ ની વાત લઇ ને હિન્દુસ્તાનમાં પહોંચાડશે કોણ ? આપણે જે ભોગવ્યું છે એ ભારત ના અન્ય રાજ્ય ના લોકો જાણશે કઈ રીતે ? માટે આપણે સૌ આ કેજરીવાલ ને સહયોગ ના આપી શકીયે તો કઈ નહિ પરંતુ એક શહીદ પરિવાર માટે એક શબ્દ દિલ્હી માં જઈ ને બોલશે તો સમાજ માટે કંઈક સારું થશે.વગર સત્તા અને હજુ જીતશે કે નહિ એ ખબર નથી છતાંય જો કોઈક મુખ્યમંત્રી આપણા સમાજ ની વાત કરે તો આપણા માટે સારું કહેવાય.
અમદાવાદઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના ચાર દિવસના પ્રવાસ પર છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસ દ્ધારા પોલીસ પર થયેલા અત્યાચારને કારણે પાટીદારો ભાજપ સરકાર પર નારાજ છે ત્યારે કેજરીવાલ પાટીદારોને ખુશ કરી 2017ની વિધાનસભા ચૂંટણીમાં લાભ લેવાના ઇરાદાથી પાટીદારોની મુલાકાત કરી રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે ફેસબુક અને ટ્વિટર પર પોસ્ટ કરી કેજરીવાલને આડકતરી રીતે સમર્થન આપ્યું છે.