✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શરાબના શોખીનો માટે ખરાબ સમાચારઃ દમણ-દીવમાં દારૂ પીવા જવાનું થયું મુશ્કેલ, જાણો કેમ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jan 2017 10:20 AM (IST)
શરાબના શોખીનો માટે ખરાબ સમાચારઃ દમણ-દીવમાં દારૂ પીવા જવાનું થયું મુશ્કેલ, જાણો કેમ ?
1

દમણ અને દીવમાં સૌથી વધુ આવક દારૂથી થતી હોવાથી પ્રદેશના હાઇવે પર મોકાની જગ્યાઓએ કરોડો રૂપિયાના ખર્ચે બાર અને રેસ્ટોરન્ટ બનાવાયા છે. કોર્ટના આદેશથી નેશનલ અને સ્ટેટ હાઇવે પર આવેલ દારૂ પીરસતાં બાર બંધ થશે તો મોટા પ્રમાણમાં સ્થાનિક રોજીરોટી પણ છીનવાઈ જશે.

2

ગુજરાતની પાડોશમાં દરિયાકિનારે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ પર્યટન માટે જાણીતા છે. સંઘ પ્રદેશ દમણ અને દીવમાં દારૂની છૂટ હોવાથી પર્યટન અને પ્રવાસને વેગ મળી રહ્યો છે. વર્ષમાં લાખો પ્રવાસીઓ અને ખાવા-પીવાના શોખીનો આવે છે. આથી દમણમાં હોટેલ ઉદ્યોગ, દારૂ પીરસતાં બાર અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મોટા પાયે વિકસ્યા છે.

3

ગુજરાત સરકાર અને પોલીસ દ્વરા દારૂબંધીના કડક અમલના કારણે શરાબના શોખીનોની હાલત ખરાબ છે જ ત્યાં હવે સુપ્રીમ કોર્ટના આ નવા આદેશથી તેમને વધારે અસર થશે. આ ઉપરાંત કેન્દ્રશાસિકત પ્રદેશોના અર્થતંત્રને પણ મરણતોલ ફટકો પડશે. તેનું કારણ એ કે પ્રવાસન અને લિકર ઉદ્યોગને આ જાહેરનામાથી કરોડોનું નુકશાન થશે.

4

દમણની જેમ દીવમાં પણ મોટા ભાગના બાર હાઈવે પર હોવાથી તે પણ બંધ થઈ જશે. તેના કારણે બાર માલિકોને તો મોટો ફટકો પડશે જ પણ સાથે સાથે શારબના શોખીનોને પણ ફટકો પડશે. શરાબના શોખીનોએ દારૂ પીવો હશે તો દમણ અને દીવની છેક અંદરની હોટલો અને બારમાં જવું પડશે.

5

દમણમાં હાલમાં દારૂ આપતા 250થી વધુ બાર અને રેસ્ટોરન્ટ છે. દમણના મોટા ભાગના બાર અને રેસ્ટોરન્ટ પ્રદેશના કોસ્ટલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર આવેલા છે. હવે સુપ્રીમ કોર્ટે દેશમાં નેશનલ અને સ્ટેટ હાઇવેના 500 મીટર અંતરે દારૂની દુકાન કે બારને પરવાના નહી આપવાનો આદેશ આપતાં આ જાહેરનામું બહાર પડાયું છે.

6

અમદાવાદ : શરાબ પીવાના શોખીન તલપ લાગે ત્યારે દમણ અને દીવ ઉપડી જતા હોય છે ને છાંટોપાણ કરીને પાછા ગુજરાત આવી જતા હોય છે. જો કે આ શરાબના શોખીન ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર છે કે હવે દીવ અને દમણમાં પણ દારૂ પીવા પર નિયંત્રણો આવી જવાનાં છે અને એ માટે સુપ્રીમ કોર્ટનો આદેશ જવાબદાર છે.

7

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાં 1 એપ્રિલથી નેશનલ અને સ્ટેટ હાઇવે પર દારૂના વેચાણ અને બાર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડી દેવાયું છે. આ જાહેરનામાના કારણે દીવ અને દમણના 60 ટકાથી વધુ બારને તાળા વાગી જશે અને હાઇવે પર બધા બાર બંધ થઈ જશે.

  • હોમ
  • અમદાવાદ
  • શરાબના શોખીનો માટે ખરાબ સમાચારઃ દમણ-દીવમાં દારૂ પીવા જવાનું થયું મુશ્કેલ, જાણો કેમ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.