અમદાવાદઃ સુરતની યુવતીની હત્યા, મળી રહસ્યમય ચિઠ્ઠી, હત્યા પછી કોણ લાપતા? જાણો
મોં ઉપર ઈજાના નિશાન હતા. પોલીસને શંકા છે કે, શિવા સાથે પ્રેમસંબંધમાં કે અન્ય વિવાદમાં હત્યા કરવામાં આવી હોય તેવું બની શકે છે. બીજી તરફ જ્ઞાનસિંગ પણ પરિવાર સાથે ગાયબ હોવાથી પોલીસને તેમના પર પણ શંકા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમકાન માલિક કનુભાઈ ઈશ્વરભાઈ દેસાઈ ૨૪મી તારીખે બપોરે ભાડે આપેલી ઓરડીઓ પાસેથી પસાર થતા હતા. તેમણે જોયું કે, બંને ઓરડીઓ ખાલી છે. તપાસ કરતાં જ્ઞાનસિંગ પરિવાર સાથે ગુમ જણાયો. જ્યારે બાજુના રૂમમાં ઘરના પલંગ ઉપર પૂજાનો મૃતદેહ પડ્યો હતો.
આથી તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે તપાસ કરતાં પૂજા પાસેથી એક સ્ટુડિયોની ચિઠ્ઠી મળી આવી. આ ચિઠ્ઠી અંગે તપાસ કરતાં શિવા નામના યુવક સાથેના ફોટા પોલીસને મળી આવ્યા હતા.
આ અંગેની વિગતો એવી છે કે, 25 વર્ષીય પૂજા અશોકભાઈ પ્રજાપતિ જે રૂમમાં રહેતી હતી, તે અને બાજુની રૂમ ખાલી જણાતાં મકાનમાલિકને શંકા ગઈ હતી. બંને રૂમમાં તપાસ કરતાં એક રૂમમાંથી પૂજાની હત્યા કરેલી લાશ મળી આવી હતી.
પોલીસ તપાસમાં જણવા મળ્યું છે કે, સ્ટુડિયોમાંથી પૂજા સાથે જે શિવાના ફોટો મળ્યા છે, તે શિવો યુવતીને અવાર-નવાર મળવા આવતો હતો. આથી પોલીસને આ બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની શંકા છે. બીજી તરફ યુવતીની હત્યા પછી શિવો અને પૂજાની પાડોશમાં રહેતો જ્ઞાનસિંગ લાપતા છે. ત્યારે પોલીસે આ બંનેની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદઃ વીસ દિવસ પહેલા સુરતથી અમદાવાદ આવેલી યુવતીની ભાડાના મકાનમાં હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. યુવતી પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, આ ચિઠ્ઠી આધારે તપાસ કરતાં તેના એક યુવક સાથે સંબંધ હોવાનું સામે આવ્યું છે, તેમજ આ હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોય, તેવી શંકા પોલીસને છે. આ યુવતી શહેરના ઓઢવ જોગણી માતાજીના મંદિર પાસે જોરાભાઈ લીલાભાઈની ચાલીમાં ભાડેથી રહેતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -