જાપાનના PM અને મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા, મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલો ચઢાવ્યા
અમદાવાદ: જાપાનના વડાપ્રધાન શિંઝો અબે અને વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધી આશ્રમ પહોંચ્યા હતા. આ અગાઉ બંન્ને નેતાઓએ એરપોર્ટથી મહાત્મા ગાંધી આશ્રમ સુધી આઠ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. બંન્ને નેતાઓ ખુલ્લી કારમાં સવાર થઇ રોડ શો કર્યો હતો. જાપાનના વડાપ્રધાન અને તેમના પત્નીએ ભારતીય પોશાક પહેર્યો હતો. આ અગાઉ વડાપ્રધાન મોદીએ શિંઝો અબેને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું. જાપાનના વડાપ્રધાનના સ્વાગત માટે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હાજર રહ્યા હતા. શિંઝોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિંઝો અબે હયાત હોટલમાં રાત્રી રોકાણ કરવાના છે. જેને લઈ હયાત હોટલ લોખંડી બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. આજે હયાત હોટલમાં ગ્રાંડ રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ સ્થળ પર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.
જાપાનના વડાપ્રધાનના પ્લેન પર બંન્ને દેશોની મિત્રતાના પ્રતિક રૂપે જાપાન અને ભારતનો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે. પીએમ મોદી અને શિંઝો અબેની મુલાકાતને ખાસ માનવામાં આવી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -