મહાત્મા ગાંધીજીના આશ્રમમાં PM મોદીએ કહ્યું- ગાયના નામ પર કોઇને મારી નાખવો, આ તે કેવી ગૌભક્તિ?
પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને લઇને રજકોટમાં સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે મોદી રાજકોટમાં રોડ શો પણ કરવાના છે. જેને લઈને રાજકોટ પોલીસ દ્વારા પ્રધાનમંત્રીના રોડ શોના રુટ પર ફ્લેગ માર્ચ શરુ કરાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટમાં સૌની યોજનાનો પ્રારંભ કરાવશે. સાંજે 5.30 કલાકે આજીડેમમાં નર્મદાના નીરના વધામણા કરી મોદી લોકાર્પણ કરશે. આ યોજનાનો સીધો લાભ રાજકોટને મળશે. મોદી આવવાના હોવાથી આજીડેમ, તેઓ જ્યાં સભા કરવાના છે તે સ્થળ અને આસપાસના વિસ્તાર શણગારવામાં આવ્યો છે.
અમદાવાદઃ PM મોદી બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદીએ સાબરમતી આશ્રમના શતાબ્દી વર્ષ નિમિતે આયોજીત કાર્યક્રમમાં લોકોને સંબોધ્યા હતા. અહીં તેમણે મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજીની 150મી જન્મજયંતી પર્વ નિમિત્તે 150 રૂપિયાનો સિક્કો તેમજ ટપાલ ટિકિટ બહાર પાડી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ ગૌભક્તિના નામ પર હિંસા કરતા લોકોને ચેતવણી આપી હતી. મોદીએ કહ્યું કે, ગૌભક્તિના નામ પર લોકોની હિંસા સ્વીકાર નથી. જો ગાયની ભક્તિ કરવી હોય તો ગાંધીજી-વિનોબાની રીતે કરો. વિનોભાજી જીવનભર ગૌરક્ષા માટે પોતાની જાતને આહત કરતાં રહ્યાં.
મોદીએ જણાવ્યું કે, હું દેશના વર્તમાન માહોલ મુદ્દે મારી પીડા અને નારાજગી વ્યક્ત કરવા માંગુ છું.હોસ્પિટલમાં કોઈ ડોક્ટર દર્દીને બચાવી ન શકે તો શું થઇ ગયું. જ્યારે ડોક્ટર બચાવે નહી ત્યારે પરિવારજનો ડોક્ટરોને મારે અને હોસ્પિટલ સળગાવી દે. શું આ આપણો દેશ છે?
વધુમાં મોદીએ જણાવ્યું કે, અકસ્માતમાં પણ લોકોને એકબીજાને મારે છે, ટોળા ગાડીઓ સળગાવી દે છે. શું આ આપણો દેશ છે? આ સરકારનો પ્રયાસ છે કે આ મહાન રાષ્ટ્રના મહાન સપૂતો, મહાન પરંપરા, ઈતિહાસને યાદ કરતા રહીએ
મોદીએ કહ્યું કે, હું નેધલેન્ડમાં હતો મેં જોયું, જેટલા માર્ગો ભારતમાં બાપુના નામથી છે તેનાથી વધારે ત્યાં છે. સ્વચ્છતાથી વધુ મોટી શ્રધ્ધાંજલિ બાપુને કોઈ ન હોઈ શકે.હું રાજનીતિમાં બહુ મોડો આવ્યો છું, હું સંગઠન માટે કામ કરતો હતો, મેં રાજકારણ વિશે વિચાર્યું ન હતું.દેશ વાસીઓને આગ્રહ છે હિંસા સમસ્યાનું સમાધાન નથી, ડૉક્ટરનો કોઈ દોષ નથી કે તેના પરિવારજને બચાવી ન શક્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -