ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે વડાપ્રધાન મોદી, જાણો શું છે કાર્યક્રમ
ખેડૂતો પાસેથી જમીન મેળવવાની કાર્યવાહી કપરી બની રહી છે. જેના કારણે આગામી ચૂંટણી પહેલા કચ્છ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ પાડવામાં સરકાર અસહાયતા અનુભવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકચ્છમાં આવેલી 350 કિલોમીટર લાંબી બ્રાન્ચ કેનાલનું હાલ 214 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. કચ્છ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ થવામાં ભારે વિલંબ થઈ રહ્યો છે. તેનું મુખ્ય કારણ જમીનની અનઉપલબ્ધતા છે. બ્રાન્ચ કેનાલ બાંધવા માટે ખેડૂતોની ખાનગી જમીનોને સંપાદન કરવું પડે તેમ છે. તેની સામે નવો જમીન સંપાદન ધારો સરકાર માટે મુશ્કેલી ઉભી કરી રહ્યોં છે.
આગામી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ નક્કી કરવા માટે વડાપ્રધાન મોદી 22,મેના રોજ ગાંધીનગર ખાતે એક દિવસનું રોકાણ કરે તેવી સંભાવના છે. અહીં તેઓ ગુજરાત સરકાર અને ગુજરાત ભાજપના આગેવાનો પાસે તેમના કામકાજ અને ચૂંટણી સંબંધિત રણનીતિ પર રિપોર્ટ માંગી શકે છે.
અમદાવાદઃ આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે તેવામાં વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં ભાજપને જીત અપાવવા માટે પોતે જ કમાન સંભાળવવાનો નિર્ણય કર્યો છે. આ પ્રયાસમાં વડાપ્રધાન મોદી આગામી 23 મે,ના રોજ ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે.
વડાપ્રધાન મોદી 23,મેના રોજ ગાંધીનગર ખાતે આફ્રિકન ડેવલપમેન્ટ બેન્કની વાર્ષિક સામાન્ય સભાના ઉદ્ધાટન સમારોહમાં હાજરી આપશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી કચ્છના ભચાઉમાં નર્મદાના પાણીને ડેમમાં ઠાલવવા સંબંધિત એક કાર્યક્રમમાં હાજરી આપશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -