મુસ્લિમોની ટોપી પહેરવાનો ઈન્કાર કરનારા નરેન્દ્ર મોદી આજે પહેલી વાર ભારતની કઈ મસ્જિદમાં જશે, જાણો વિગત
મસ્જિદની ઈમારત પીળા પત્થરોથી બનેલી છે, જે ઇન્ડો-ઇસ્લામિક વાસ્તુકળા પર આધારિત છે. હાલમાં આ મસ્જિદ વિશ્વભરમાંથી આવનારા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ બ્રિટિશ કાળમાં તેનો સરકારી ઓફિસ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદની આ જાણીતી મસ્જિદને સિદ્દી સૈયદની જાળીના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુજરાત સલ્તનત દરમિયાન 1573માં આ મસ્જિદ બની હતી. જે પત્થરો પર નક્શીકામ માટે જાણીતી છે. ખાસ કરીને આ મસ્જિદમાં બનેલ જાળી પેડ સમગ્ર વિશ્વમાં જાણીતી છે.
પીએમ મોદી 2015માં જ્યારે યૂએઈના પ્રવાસે ગયા હતા ત્યારે તે અબુ ધાબીની જાણીતી શેખ જાયદ મસ્જિદમાં ગયા હતા. મસ્જિદમાં પીએમ મોદી અબુ ધાબીના રાજાની સાથે ફર્યા હતા. મોદીની એ તસવીર સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની હતી.
પીએમ મોદી માત્ર પ્રથમ વખત દેશની કોઈ મસ્જિદ જ નથી જઈ રહ્યા પરંતુ તે શિંઝો અબેની સાથે સિદ્દી સૈયદ મસ્જિદ પહોંચશે તો ત્યાં તેમના ગાઈડની ભૂમિકા પણ નિભાવશે. કહેવાય છે કે, પીએમ મોદી ખુદ શિંઝો અબેને આ મસ્જિદની ખાસિયતો વિશે અવગત કરાવશે.
મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, મોદી પહેલી વખત દેશની કોઈ મસ્જિદમાં જશે. નરેન્દ્ર મોદી 2014માં પ્રધાન મંત્રી બન્યા. એ પહેલા લાંબા સમય સુધી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા. પરંતુ આ પ્રથમ ઘટના હશે જ્યારે તે દેશની કોઈ મસ્જિદમાં જશે.
અમદાવાદઃ જાપાનના પ્રધાનમંત્રી શિંઝો અબે આજે ભારતના પ્રવાસે અમદાવાદ પહોંચી રહ્યા છે. પોતાના બે દિવસીય પ્રવાસ પર આજે શિંઝો અહીંની જાણીતી સિદ્દી સૈયદ મસ્જિદની મુલાકાત લેશે. તેમની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ હાજર હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -