કઈ તારીખે PM નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જાણો કાર્યક્રમ
રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલની સ્થાપના 1868માં કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી હતી. વર્ષ 1907માં તેનું નામકરણ આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે કરવામાં આવ્યું હતું. અત્યારે જે બિલ્ડિંગ છે તેનું બાંધકામ જૂનાગઢના બાબી વંશના નવાબે કરી આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆણંદ પાસેના મોગર ખાતે ચોકલેટ પ્લાન્ટ આવેલો છે. 1.5 મેટ્રીક ટન પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતી સતત ચોકલેટ મેકીંગ લાઈન સ્થાપિત કરી છે. અમૂલ ડેરી દ્વારા ચોકલેટ પ્લાન્ટના ઉદઘાટન માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં 26 કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેના ઉદઘાટના કાર્યક્રમમાં ભાગ લેવા વડાપ્રધાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ ઉપરાંત આણંદમાં ચોકલેટ ફેક્ટરીનું પણ ઉદઘાટન કરશે.
અમદાવાદ: પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમને લઈને તોડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મનપા દ્વારા પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી આલ્ફ્રેડ સ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપવા 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ અંગે એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -