Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં હાઈ-વે પર મોંઘીદાટ કાર, બાઈક પર વિદ્યાર્થીઓ કરતા હતા સ્ટંટ, પોલીસે શું કર્યું?
બહારથી ભણવા અમદાવાદ આવેલા યુવકો મોડી રાત્રે સ્ટંટ્સ કરતા જોવા મળે છે. આ યુવકો હવે પોલીસની નજરે સ્ટંટ કરતાં ચઢશે તો પોલીસ પૂરઝડપે વાહન ચલાવી બીજાના જીવને જોખમમાં નાખતા હોવાનો ગુનો દાખલ કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્રાફિક પોલીસે શુક્રવારે રાત્રે 11થી 1 વાગ્યા સુધી ડ્રાઈલ યોજી હતી જેમાં સિંધુભવન રોડ પર મર્સિડીઝ કાર પૂરઝડપે ચલાવી અને સ્ટંટ કરતાં સમીર ચૌહાણની ધરપકડ કરી હતી. જિક્સર બાઈક તેમજ બુલેટ પર સ્ટંટ કરતાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા બે વિદ્યાર્થી પરેશ ચૌધરી, નિકુલ ચૌધરીની ધરપકડ કરી હતી. જોકે મર્સિડીઝ ચાલકને પોલીસે સવારે 5 વાગે છોડ્યો હતો.
શહેરના એસજી રોડ પર રાત્રે યુવાનો વૈભવી ગાડીઓ સાથે મોજશોખ માટે સ્ટંટ કરતાં જોવા મળે છે. ઘણીવાર અકસ્માત સર્જાતા રાહદારી કે અન્ય વાહનચાલકોએ જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આ સ્ટંટ કરનારા સામે ટ્રાફિકના પશ્ચિમના ડીસીપી સંજય ખરાતે હવે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે.
અમદાવાદ: ટ્રાફિક પોલીસે અમદાવાદના એસજી હાઈવે પર રાત્રે વિશેષ ડ્રાઈવ યોજી હતી. મોડી રાત્રે લોકોના જીવ જોખમાય તે રીતે એસજી હાઈવે પર સ્ટંટ કરતી મર્સિડીઝ તેમજ બે બાઈક ચાલકો સામે ફરિયાદ નોંધી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક)
- - - - - - - - - Advertisement - - - - - - - - -