✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અબજોના કોલ સેન્ટર કૌભાંડના માસ્ટર માઈન્ડ સાગરની ગુરૂ છે આ 'પટલાણી', જાણો તેના વિશે રસપ્રદ વાતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2016 10:51 AM (IST)
1

2

નિકિતા અને આકાશ પણ આ ધંધા તરફ વળી ગયાં હતાં અને તેમાં મબલક કમાણી હતી. નિકિતાએ સાગરને આ ધંધાના બધા દાવપેચ શીખવ્યા હોવાનું મનાય છે. સાગર આ ધંધામાં ઝડપથી જામી ગયો હતો. જો કે 2013માં આકાશ પટેલ ઝડપાઈ ગયો હતો અને તેના કારણે નિકિતા ભાગતી થઈ ગઈ હતી.

3

કાનાણી અને સાગર બંને ભાગીદાર બન્યા પણ પૈસાના મામલે મગજમારી થતાં સાગર અમદાવાદ છોડીને મુંબઈ આવી ગયો હતો. મુંબઈમાં તેણે મીરા રોડ પર કોલ સેન્ટર ઉભું કર્યું. એ વખતે નિકિતાએ તેને લોનના નામે લોકોને ધૂતવાના બદલે આઈઆરએસના નામે લોકોને ડરાવીને તેમને ખંખેરવાનો કસબ શીખવાડ્યો.

4

આકાશ સતિષ પટેલ 33 વર્ષનો છે જ્યારે અને નિકિતા નટવરલાલ પટેલ 26 વર્ષની છે. કાનાણી સાથે મળીને સાગર ઠક્કર કાનાણી અમેરિકનોને લોન આપવાના બહાને ઠગતો હતો. એ દરમિયાન જ તે આકાશ અને નિકિતાના સંપર્કમાં આવ્યો હતો. એ વખતે એ બંને પણ પે ડે મોડસ ઓપરેન્ડીથી લોકોને લોનના નામે ઠગતાં.

5

અમદાવાદઃ અબજો રૂપિયાના કોલ સેન્ટર કૌભાંડના સૂત્રધાર સાગર ઠક્કરની ગુરૂ અમેરિકામાં રહેતી નિકિતા પટેલ નામની પટલાણી છે. સાગરને અમેરિકામાં રહેતાં લોકોને ધમકાવીને છેતરવાનો કસબ નિકિતા પટેલે શીખવાડ્યો. નિકિતા અને તેનો સાથી આકાશ પટેલ આ કૌભાંડમાં પહેલાં જ ઝડપાઈ ચૂક્યાં છે અને જેલની હવા ખાય છે.

6

આકાશ પટેલની સપ્ટેમ્બર 2015માં અમેરિકાના ન્યુ જર્સીમાં ધરપકડ કરાઈ હતી. એ પછી નિકિતા ભાગતી ફરતી હતી પણ સપ્ટેમ્બર 2013માં તે પણ ઝડપાઈ ગઈ હતી. સાગર ઠક્કરને બોગસ કોલ સેન્ટરના ધંધામાં જગદીશ કાનાણી લાવ્યો પણ આઈઆરએસના નામે અમેરિકનોને ધમકાવવાના પાઠ તે નિકિતા પાસેથી શીખ્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અબજોના કોલ સેન્ટર કૌભાંડના માસ્ટર માઈન્ડ સાગરની ગુરૂ છે આ 'પટલાણી', જાણો તેના વિશે રસપ્રદ વાતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.