અ'વાદ: ગેરકાયદેસર ચાલતા કોલ સેન્ટરનો પોલીસે કર્યો પર્દાફાશ, યુવતી સહિત 10 ઝડપાયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે કોલ સેન્ટરમાંથી કમ્પ્યૂટર, મેજિક જેક વગેરેનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીઓ અમેરિકન નાગરિકોને કોલ કરી લોન ભરવાનું જણાવી જો લોન ન ભરવી હોય તો સેટલમેન્ટના બહાને પૈસા પડાવતા હતા. પોલીસે હાલ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે. જે ઓફિસમાં આ કોલ સેન્ટર ચાલતું હતું તે ઓફિસનો મિલકતવેરો ન ભરતાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક વર્ષ પહેલાં સીલ કરવામાં આવી હતી. સીલ કરાયેલી ઓફિસનું સીલ તોડી આ કોલ સેન્ટર શરૂ કરાયું હતું.
મળતી વિગતો અનુસાર, એલિસબ્રિજ પોલીસને બાતમી મળી હતી કે આંબાવાડી વિસ્તારમાં આવેલા કેવન્યા કોમ્પ્લેક્સમાં છઠ્ઠા માળે આવેલી એક ઓફિસમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલે છે. જેના આધારે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ જે.એસ. કંડોરિયા અને તેમની ટીમે વહેલી સવારે ઓફિસ પર દરોડો પાડયો હતો. પોલીસે કોલ સેન્ટરના સંચાલક પ્રશાંત અને સોહેલ સહિત દસ લોકોને ઝડપી લીધા હતા. એક યુવતી પણ ઝડપાઇ હતી.
અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર પર પોલીસે રેડ મારી હતી. સાગર ઠક્કર કોલ સેન્ટર કાંડ બાદ શહેરમાં ચાલતા અનેક કોલ સેન્ટરો પોલીસ કમિશનર દ્વારા આદેશ અપાતાં બંધ થઇ ગયાં છે. આંબાવાડી વિસ્તારમાં ચાલતાં આવા એક ગેરકાયદે કોલ સેન્ટરને એલિસબ્રિજ પોલીસે ઝડપી લીધું છે. પોલીસે આ મામલે કોલ સેન્ટરના બે સંચાલક, એક યુવતી સહિત દસ લોકોની ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -