અમદાવાદઃ ફરિયાદ કરવા આવેલી યુવતી સાથે કોન્સ્ટેબલે બાંધ્યા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
અંતે પ્રિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ શૈલેષ પટેલ સામેબળાત્કાર, છેતરપિંડી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ ગત ૪ એપ્રિલે પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે, હજુ સુધી આ કેસમાં કોન્સ્ટેબલ શૈલેષ પટેલની ધરપકડ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, શૈલેષે પત્નીને છૂટાછેડા ન આપતાં બંને વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા હતા. દરમિયાન શૈલેષે સંબંધ ચાલુ રાખવા જબરદસ્તી કરી હતી. આથી કંટાળેલી પ્રિયાએ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શૈલેષ કોન્સ્ટેબલ હોવાથી ફરિયાદ લેવાતી નહોતી.
અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીએ પોલીસ કોસ્ટેબલે લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત યુવતીએ કોન્સ્ટેબલ સામે છેતરપિંડી અને મારી નાંખવાની ધમકી આપી હોવાની પણ ફરિયાદ કરી છે. કોન્સ્ટેબલે પરાણે સેક્સસંબંધ રાખવાની માગણી કરતાં આ યુવતીએ અગાઉ દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
શૈલેષે પોતે અપરણીત હોવાનું કહીને પ્રિયા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. દરમિયાન પ્રિયાને શૈલેષ પરણીત હોવાનું અને તેના સંતાનો હોવાની જાણકારી મળી હતી. આથી બંને વચ્ચે આ બાબતે ઝઘડો થયો હતો. જોકે, શૈલેષે પત્નીને છૂટાછેડા આપી બાળકોને છોડી દેવાનું કહીને ફરી એકવાર લગ્નની લાલચ આપી હતી અને સંબંધો ચાલું રાખ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે, પૂર્વ વિસ્તારમાં રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) કોઈ કેસમાં અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગઈ હતી. જ્યાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો શૈલેષ મહાદેવભાઈ પટેલ(ઉ.વ.39) યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને આ પછી બંને અવાર-નવાર મળવા લાગ્યા હતા. શૈલેષે પ્રિયાને પોતે અપરણીત હોવાનું જણાવી લગ્નની લાલચ આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -