પુત્રવધૂને ટિકીટ મળતાં સાંસદ પ્રભાતસિંહે અમિત શાહને પત્ર લખી શું આપી ચિમકી? વાંચો આખો પત્ર
પ્રભાતસિંહે અમિત શાહને પત્ર લખીને સુમન ચૌહાણ અને તેમના દીકરા પ્રવીણ ચૌહાણ પર પ્રહાર કર્યા છે અને તેમનો દીકરો બુટલેગર હોવાનું અને તેમના પુત્રવધૂ સુમન ચૌહાણ ગોધરાના હોવાથી ભાજપના કાર્યકરોમાં રોષ હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, તેમણે સુમનબેન જેલમાં જઈ આવ્યા હોવાનું કહીને હારી જશે, તેવી આશંકા વ્યક્ત કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રભાતસિંહ ચૌહાણે પત્રમાં પંચમહાલની વિધાનસભા સીટો પર ઉમેદવારોને લઈને તેમનો મત લેવામાં ન આવ્યો હોવાનું જણાવ્યું છે. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને જીતાડવાની જવાબદારીમાંથી મુક્ત કરવાની વાત પણ પત્રમાં તેમણે કરી છે.
અમદાવાદઃ ગઈ કાલે ભાજપ દ્વારા પંચમહાલ જિલ્લાની કાલોલ બેઠક પર સાંસદ પ્રભાતસિંહ સોલંકીના પુત્રવધૂ સુમનબેન ચૌહાણને ટિકીટ આપતાં સાંસદ અને તેમના પત્ની નારાજ થઈ ગયા છે. સાંસદે પોતાના પત્ની રંગેશવરી ચૌહાણ માટે ટિકીટ માગી હતી. જોકે, ભાજપે તેમના પુત્રવધૂને ટિકીટ આપતાં સાંસદ અને તેમના પત્ની નારાજ થઈ ગયા છે. આ મુદ્દે આજે તેમણે અમિત શાહને પત્ર લખીને ચિમકી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -