આજે ‘લુબાન’ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે? ગુજરાતમાં થઈ શકે છે વરસાદ? જાણો વિગત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં એક ડિપ ડિપ્રેશન ઉભું થયું છે. જે ધીરે ધીરે ગુજરાતના દરિયા તરફ વધી રહ્યું છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે. પરંતુ તે કેટલું તાકાતવર હશે તે વિશે હાલ કહી શકાય તેમ નથી. સમુદ્રમાં ઉભી થયેલી વાવાઝોડા અને વરસાદની સંભાવનાને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર - દક્ષિણ ગુજરાતનું વહીવટી તંત્ર સાબદુ થઈ ગયુ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App12 ઓક્ટોબર અને ત્યાર બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અપર એર સરક્યુલેશનની સ્થિતિ સર્જાયેલી છે તેના કારણે દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવાની સાથો સાથ સાગરખેડૂ ભાઇઓને દરિયો ના ખેડવાની સલાહ આપવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતનાં દરિયાકિનારા પર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ઓમાન નજીક સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ધીમી ગતિએ વાવાઝોડું ઉદભવી રહ્યું છે અને આ વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુજરાત સહિત દેશના તમામ દરિયાકાંઠાના રાજ્યોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. પરંતુ હાલ કોઈ વરસાદની આગાહી કરવામાં આવી નથી. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ગુજરાતના દરિયામાં હાલ 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. વેરાવળ, પોરબંદર, દ્વારકાના દરિયાકાંઠે અસર જોવા મળી શકે છે.
અમદાવાદ: અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ‘લુબાન’ વાવાઝોડાનો ખતરો વધી ગયો છે. ‘લુબાન’ વાવાઝોડાના ખતરાના લીધે નેશનલ ઈમરજન્સી રિસપોન્સ સેન્ટરે એલર્ટ આપી દીધું છે. 80થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠા જેવાં કે પોરબંદર, વેરાવળ, દ્વારકાના દરિયાકિનારાની આસપાસ આ વાવાઝોડાની આજે બપોર સુધીમાં અસર જોવા મળે તેવી સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -