નવરાત્રિમાં હાઈવે પર છોકરીઓને છેડતી કરતાં 12 રોમિયોને મહિલા પોલીસે કેવી રીતે ઝડપ્યા? જાણો વિગત
નવરાત્રિના પ્રથમ દિવસે જ મહિલા પોલીસે રોડ પર રોમિયોગીરી કરતાં 12 લોકોને ઝડપી પાડ્યા છે. નવરાત્રિ દરમિયાન ડિકોય ટીમે કાર્યવાહી હાથ ધરી છે. ટ્રાફિક પોલીસની કાર્યવાહી દરમિયાન શખ્સો રોડ પર જતી યુવતીઓની મશ્કરી અને છેડતી કરતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવરાત્રિ દરમિયાન રોડ પર જતી છોકરીઓની મશ્કરી કે છેડતી કરતા યુવકો સાવધાન થઈ જજો. કારણ કે રોડ પર છેડતી કરતા અથવા તો અસભ્ય વર્તન કરતા યુવકોની સામે અમદાવાદ મહિલા પોલીસે લાલ આંખ કરી છે.
અમદાવાદ: નવરાત્રિનું પાવન પર્વમાં યુવાધન હિલોળે ચઢ્યું છે ત્યારે ગુરુવાર એટલે બીજા નોરતે અમદાવાદના વિવિધ વિસ્તારમાં રાસ-ગરબાની રમઝટ દરમિયાન યુવતીઓની છેડતી કરતાં અને મોડી રાતે ઘરે પરત ફરી રહેલી યુવતીઓ સાથે રોમિયોગીરી કરતાં 12 લોકોને મહિલા પોલીસની સ્ક્વોડે રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક)
મહિલા પોલીસે સાત રોમિયોને ઝડપી પાડ્યા હતા સાથે જ રિવરફ્રન્ટ પોલીસે પણ પાંચ રોમિયોને ઝડપી પાડ્યા હતાં. બીજા નોરતે કુલ 12 લોકોને ઝડપી પાડ્યા છે. હાલમાં મહિલા પોલીસે આ શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -