ધારાસભ્યોના પગાર વધારાને લઈ કોણે આપ્યું અલ્ટિમેટમ, જાણો વિગત
આ અંગે જન અધિકાર મંચના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામે 30 સપ્ટેમ્બર સુધીમાં તમામ ધારાસભ્યોને લેખિતમાં અભિપ્રાય આપવાનું અલ્ટીમેટમ આપ્યું છે. આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, સાત દિવસમાં જનતાના પત્રનો લેખિતમાં કોઈ યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો 1 ઓક્ટોબરે નામ નહીં આપનારા ધારાસભ્યોના નામ મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે 3 ઓક્ટોબરથી ગાંધીઆશ્રમ ખાતે ધારાસભ્યોના પગાર વધારાની વિરુદ્ધમાં ત્રણ દિવસના ધરણા કરવાની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ ગત સપ્તાહે બે દિવસ માટે મળેલા ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ધારાસભ્યોના પગાર વધારા અંગેનું બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોની સર્વ સંમતિથી પગારમાં 25 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -