Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
વિદ્યાર્થીનીને પ્રોફેસરે બળજબરીથી લીફ્ટમાં કરી કિસ, ફરીયાદ દાખલ
વિદ્યાર્થીનીએ આ અંગે કોઇને જાણ કરી ન હતી પરંતુ પરિવારના સભ્યોની મરજી બાદ એક અઠવાડિયા પછી વિદ્યાર્થીનીએ મંગળવારે આ અંગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસોલા પોલીસે આઈપીસીની કલમ 354 હેઠળ પ્રોફેસર સામે છેડતીનો કેસ દાખલ કર્યો છે. હાલ પ્રોફેસરની ધરપકડ કરવામાં નથી આવી. પોલીસે કોલેજના CCTV ફૂટેજ ભેગા કરવાના શરૂ કર્યા છે અને પ્રોફેસર વિશે કોલેજના અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સની પૂછપરછ શરૂ કરી છે. જોકે લીફટમાં સીસીટીવી નહીં હોવાના કારણે જરૂરી પુરાવા એકત્રિત કરવા પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણકારી મુજબ, સોલા સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસમાં ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પ્રાઈવેટ ટ્યુશન માટે અન્ય વિદ્યાર્થીઓના રેફરન્સથી આસિસ્ટન્ટ પ્રોફેસરનો સંપર્ક કર્યો હતો. પ્રોફેસરે મળવા માટે 19 જૂનના સાંજે 6 વાગ્યે મળવાનો સમય આપ્યો હતો. આ વાતચીત માટે વિદ્યાર્થીની અને પ્રોફેસર લીફટમાં જઇ રહ્યા હતા ત્યારે પ્રોફેસરે વિદ્યાર્થીનીને બાથમાં ભીડીને જબરદસ્તીથી કિસ કરી લીધી હતી.
અમદાવાદ: અમદાવાદના સોલા ખાતે આવેલી GMERS મેડિકલ કોલેજમાં MBBSના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ આસિસ્ટંટ પ્રોફેસર પર છેડતીનો આરોપ લગાવ્યો છે. આ મામલે વિદ્યાર્થિનીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરી છે. વિદ્યાર્થીનીએ પોતાની ફરીયાદમાં લખાવ્યું છે કે, કોલેજ સત્તાધિશોને શારીરિક સતામણીની ફરિયાદ કર્યા છતાં તેમણે કોઈ પગલાં નથી લીધા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -