Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
પત્નીનો ગંભીર આક્ષેપ, DySP પટેલ મારા પતિને સજાતિય સંબંધ માટે દબાણ કરતાં હતા
દેવેન્દ્રસિંહના ભાઈ હેમેન્દ્રસિંહે કહ્યું હતું કે, જ્યાં સુધી એન.પી.પટેલ સામે ગુનો નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં. મંગળવારે દેવેન્દ્રસિંહનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં જ રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનયિ છે કે DySP એન.પી. પટેલે કહ્યું હતું કે, દેવેન્દ્રસિંહ સામે શિક્ષણાત્મક પગલા લેવાયા હતા જે પોલીસની ટ્રેનિંગનો એક ભાગ છે. આવી તાલીમ લેતાં બીજા કોઈએ આવી ફરિયાદ કરી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેના કારણે દેવેન્દ્રસિંહની ચિઠ્ઠીને જ તેનું મરણોન્મુખ નિવેદન માનીને ડીવાયએસપી એન.પી.પટેલ સામે ગુનો નોંધવાની માગણી કરી છે. જોકે પોલીસ એન.પી.પટેલ સામે ગુનો નોંધવા તૈયાર જ નથી તેવું જાણવા મળ્યું છે.
આ દરમિયાન પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે આત્મહત્યા કરતાં પહેલા લખેલી ચિઠ્ઠીથી પોલીસે દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યોને બિલકુલ અજાણ રાખ્યા હોવાનો ગંભીર આક્ષેપ દેવેન્દ્રસિંહના પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. જેના કારણે દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યો તેમજ સ્નેહીજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. દેવેન્દ્રસિંહે કરાઈ ટ્રેનિંગ સ્કૂલના ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતો.
અમદાવાદ: કરાઈ પોલીસ એકેડમીના ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરનારા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્ની ડિમ્પલ રાઠોડે મંગળવારે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ડીવાયએસપી એન.પી. પટેલ મારા પતિને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દેવા માટે દબાણ કરતા હતા. મારા પતિ તેમની માંગણીઓ સામે ન ઝૂકતાં તેમને માનસિક ત્રાસ આપતા હતાં. જેના કારણે તે કંટાળી ગયા હતાં અને સુસાઈડ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -