પ્રભારી-પ્રદેશ પ્રમુખ પછી રાહુલે ગુજરાત કોંગ્રેસ માટે નિમ્યા 5 નવા સેક્રેટરી, જાણો કોને અપાઈ નિમણૂક ?

આ ઉપરાંત સેવાદળ, મહિલા કોંગ્રેસ, એનએસયુઆઇ સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં મોંઘવારી સહિત પ્રજાલક્ષી મુદ્દા ઉઠાવી ભાજપ સરકારને ભિડવવા આંદોલનાત્મક કાર્યક્રમોને પણ આખરી ઓપ આપવામાં આવશે.
રાજીવ સાતવ નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસના પદાધિકારીઓ સાથે તબક્કાવાર બેઠકો યોજાશે. આ બેઠકમાં આ તમામ સેક્રેટરી હાજર રહેશે. આ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીલક્ષી રણનીતિને આખરી ઓપ આપવામાં આવશે.
આવતીકાલે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ,વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતીમાં સવારે 11 વાગે તમામ જીલ્લાઓના પ્રમુખો સાથે બેઠક યોજાશે. સાંજે 3 વાગે વિવિધ સેલના ચેરમેનો મળીને ચર્ચા વિચારણા કરશે.
રાહુલ ગાંધીએ અશ્વીન શેખારી, હર્ષવર્ધન સકપાલ, વર્ષા ગાયકવાડ, જીતુ પટવારી તથા સજજનસિંહ વર્માની નિમમઊક ગુજરાત માટે કરી છે. આ નેતાઓ રાજીવ સાતવને સંગઠનની કામગીરીમાં મદદ કરશે. તેમને હવે પછી રાજ્યમાં અલગ અલગ ઝોન વહેંચવામાં આવશે.
અમદાવાદ: ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ બુધવારે વિધિવત રીતે પદભાર સંભાળી લીધો હતો. બીજી તરફ નવા નિમાયેલા પ્રભારી રાજીવ સાતવ પણ સક્રિય થઈ ગયા છે. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ માટે 5 સેક્રેટરીની નિમણૂક કરી છે.