ખોડલધામ ટ્રસ્ટમાં નરેશ પટેલ છે પ્રમુખ, કુલ મળીને 52 ટ્રસ્ટી, જાણો કોનો કોનો ટ્રસ્ટીમંડળમાં સમાવેશ ?
રાજકોટઃ સમગ્ર ગુજરાતના લેઉવા પાટીદાર સમાજની આસ્થા સમાન ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે રાજીનામું આપી દીધું તેવા સમાચાર વહેતા થયા છે. આતંરિક જુથવાદની ચર્ચાને કારણે અચાનક રાજીનામું આપ્યાની પ્રાથમિક માહિતી મળી છે. અચાનક આપેલા રાજીનામાંથી અનેક તર્ક-વિતર્ક પાટીદાર સમાજમાં ફેલાયા છે. ખોલડધાન મંદિરની વાત કરવામાં આવે તો ખોડલધામ ટ્રસ્ટમાં 52 ટ્રસ્ટ્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં નરેશભાઈ પટેલ પ્રમુખ પદે છે. વસંત ગજેરા વાઈસ પ્રેસિડેન્ટ, હંસરાજભાઈ ગજેરા સેક્રેટરી અને વૃંદાવનભાઈ અકબારી ખજાનચી તરીકે ખોડલધામ ટ્રસ્ટમાં સામેલ છે. આ ઉપરાંત બીજા અન્ય લોકો પણ ટ્રસ્ટીઓમાં સામેલ છે. આ તમામ ટ્રસ્ટીઓના નામ ખોડલધામ ટ્રસ્ટની વેબસાઈટમાં લેવામાં આવેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે ખોડલધામના પ્રમુખ પરેશ ગજેરાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, આ વાત અફવા છે. નરેશભાઇ એ કોઇ પણ પ્રકારના પદેથી રાજીનામું આપ્યું નથી. મારી પાસે કોઈ રાજીનામું આવ્યું નથી. ખોડલધામને એક વૈશ્વિક ઓળખ અપાવવામાં નરેશ પટેલનું ખૂબ મહત્વનું યોગદાન રહ્યું છે.
નરેશ પેટેલે અચાનક આપેલા રાજીનામાથી પાટીદાર સમાજમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટમાં એક વ્યક્તિના વધુ પડતાં વર્ચસ્વથી નારાજ થઈને નરેશ પટેલે રાજીનામું આપ્યું હોવાની ચર્ચા હાલ થઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -