Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંકનારા બીજેપીના મહામંત્રી ઝડપાયો, જાણો વિગત
રાહુલ ગાંધીએ આ ઘટના વિશે સંઘ-બીજેપીને જવાબદાર ઠેરવતા કહ્યું કે આ મામલાથી તે ડરવાના નથી અને લોકોનો અવાજ ઉઠાવતા રહેશે. આ તમામ વાતો વચ્ચે પોલીસે રાહુલ ગાંધીના કાફલા પર હુમલો કરવાના મામલામાં બીજેપી મહામંત્રી જયેશ દરજીની ધાનેરાથી ધરપકડ કરી છે. પોલીસે કહ્યું કે જયેશ દરજી મુખ્ય આરોપી છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે રાહુલ ગાંધી બનાસકાંઠાના પૂરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતાં. રાહુલ ગાંધી ગાંધી ચોકથી હેલિપેટ જઈ રહ્યા હતા તે સમયે રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: ગુજરાતમાં પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાતે આવેલા કોંગ્રેસ રાહુલ ગાંધીની કાર પર કરેલા પથ્થરમારનો મુદ્દો ગરમાઈ ગયો છે. પોલીસે હાલ રાહુલની કાર પર હુમલો કરનારા યુવા ભાજપના મહામંત્રી જયેશ દરજીનો પણ સમાવેશ થાય છે. કોંગ્રેસ પાર્ટીએ બીજેપી અને આરએસએસને નિશાને બનાવ્યા છે.
અનિલ ઉર્ફે જયેશ દરજીએ રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંક્યો હતો જેની પોલીસે અટકાયત કરી છે. પોલીસ જયેશની પૂછપરછ કરી રહી છે. જયેશ દરજી યુવા ભાજપનો મહામંત્રી છે તેવું જાણવા મળ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -