ગુજરાતમાં ફરી સક્રિય થશે ચોમાસું, કઈ તારીખે થશે વરસાદની શરૂઆત, જાણો વિગત
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં નીચે દબાણ સર્જાતા ગુજરાતમાં ફરી વરસાદની બીજી ઈનિંગ શરૂ થશે. બુધવારથી સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, વરસાદની પહેલી જ ઈનિંગમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ હતી. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના અનેક જિલ્લા અને તાલુકાઓમાં હજુ પણ વરસાદની ઘટ સામે આવી છે.
આગામી અમદાવાદમાં હળવો વરસાદ પડે એવું અનુમાન છે. આ સિવાય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદ પડે તેવી શક્યતા છે. જ્યારે વલસાડ, નવસારી, દમણમાં ભારે વરસાદ પડે એવી શક્યતા હવામાન વિભાગે કરી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ફરી એકવાર વરસાદની બીજી ઈનિંગ જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 8 અને 9 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. બંગાળની ખાડીમાં નીચે દબાણ સર્જાતા વરસાદની શક્યતા સામે આવી છે.
અમદાવાદ: ગુજરાતમાં વરસાદે લાંબો વિરામ લીધો છે જોકે આજે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતાં. જોકે થોડીવારમાં વરસાદ બંધ થઈ ગયો હતો. વરસાદી ઝાપટાંને લીધે ઠંડક પ્રસરી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -