રાજકોટઃ પ્રેમિકાનું મકાન પડાવી લેનારને સીધો કરવા યુવકે બોમ્બ બ્લાસ્ટ કરવાનું નક્કી કરેલું
અમદાવાદઃ રાજકોટના ખોડીયારનગરમાં ટાઈમર બોંબ પ્લાન્ટનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લીધો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાંચે એક યુવતી સહિત ચાર આરોપીની કરી ધરપકડ કરી છે. રંજન ઉર્ફે અંજુનુ મકાન પચાવી લેતા બદલો લેવા માટે દલપત વ્યાસના મકાન પાસે બોંબ પ્લાન્ટ કર્યો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાંચે જસદણથી આરોપીઓને પકડી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંજુને મકાનની બાજુમાં રહેતા દલપત નામના શખ્સની પણ તેમાં સંડોવણી હોવાની શંકા તેઓને હતી. જેથી આ મકાન બાવાજીએ પચાવી પાડ્યું હોવાથી તેનો બદલો લેવા માટે અંજુના પ્રેમી દિનેશે સમગ્ર કાવતરું ઘડી મોરબી અને જસદણ ખાતેથી બોમ્બ બનાવવાનો સામાન ખરીદ્યો હતો. જેમાં તેને તેના મિત્ર પ્રવિણ સોલંકીએ મદદ કરી હતી. પ્રવિણ પથ્થર તોડવાના બ્લાસ્ટીંગનુ કામ કરે છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પાસે આ કેસ આવતાં તેમણે બેટરી પર લેખેલા નંબર અને વાયર પર લખેલ કંપની નામને આધારે તપાસ કરતાં આ કાવતરાનો પર્દાફાશ થયો હતો. ગઈ કાલે ગઇ કાલે સાંજે જસદણથી અંજુ, દિનેશ પટેલના પુત્ર વિકી પટેલ, જય પટેલ અને પ્રવીણની ધરપકડ કરી હતી. અમદાવાદ લાવી પૂછપરછ કરતાં ખોડિયાર પરાના અંજુના નામે જે મકાન આવેલું છે. જે બાવાજી નામના શખ્સે પડાવી લીધું હતું.
મુખ્ય ષડયંત્રકાર પ્રવીણ દિનેશનો મિત્ર છે. દિનેશ અને પ્રવીણ બન્નેએ મળીને બૉમ્બ બનાવ્યો હતો. બૉમ્બ મોરબી નજીક અવાવરું જગ્યામાં બનાવ્યો હતો. આ બોમ્બ બનાવવામાં તેમને 12 દિવસ લાગ્યા હતા. બોમ્બ બનાવવા માટે રંજને દિનેશને રૂપિયા 10 હજાર આપ્યાં હતાં. જ્યારે રંજનનાં પુત્ર જીતુ ઉર્ફે જયદીપે બોમ્બ બનાવવા વાયરો આપ્યા હતા.
બોમ્બ બનાવવા માટે તેમણે મોરબીમાંથી બેટરી, ઘડિયાળ અને પ્લાયવુડ તેમજ લાકડાની પટ્ટીઓ, બોક્સની ખરીદી કરી હતી. જ્યારે આરોપી જયદીપ તેની દુકાનમાંથી વાયરોની ખરીદી કરીને લાવ્યો હતા. આ પ્રકારે બદલો લેવા બોમ્બ પ્લાન્ટ કર્યો. ક્રાઇમ બ્રાંચે આ તમામ આરોપીઓને રાજકોટ પોલીસને સોંપ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અંજુનાં બીજાં લગ્ન છે. આરોપી પુત્ર વિકી અને જય પણ પહેલી પત્નીના જ પુત્રો છે. દિનેશને અગાઉ સૌરાષ્ટ્રમાં ફેકટરીઓ હતી. રાજકોટમાં અંજુનું મકાન બાવાજીએ પડાવી લેતાં બદલો લેવા આ બોમ્બ મુકયો હતો. હાલ મુખ્ય સૂત્રધાર દિનેશની શોધખોળ ચાલુ છે. જન ઉર્ફે અંજુ દિનેશની પ્રેમિકા છે. રંજન અને તેનો પ્રેમી દિનેશ પટેલ જસદણ ભાડાના મકાનમા રહે છે.
બોમ્બ બનાવવા માટે કમળાપુરા ગામથી પથ્થર તોડવા ત્રણ ટોટા, 3 કેપ અને ચીકણો પ્રદાર્થ ખરીદ્યો હતા. આ સામાન ખરીદી દિનેશ અને પ્રવિમ ટાઇમર બોમ્બ બનાવ્યો હતો. આ પછી ૧૪ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે આ બોમ્બને અંજુના મકાન બહાર જ બ્લાસ્ટ કરવા મુક્યો હતો. જોકે બોમ્બમાં કંઇક ખામી રહી જતા બોમ્બ ફૂટ્યો ન હતો અને સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -