‘ઊનાકાંડ મોટી વાત નથી, આવી ઘટનાઓ તો બનતી રહે’, મોદી સરકારના ક્યા પ્રધાને કર્યું આ વિવાદાસ્પદ નિવેદન?
ગુજરાતમાં ભાજપની સરકારે બને તેવી ઈચ્છા વ્યક્ત કરતા રામવિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટી- એલજેપીના ગુજરાત સંગઠનમાં પણ પાટીદાર કાર્યકર્તા હોવાનો દાવો કર્યો હતો. એલજેપીમાં રહેલા પાટીદારોએ અનામતની માગણી કરી છે કે કેમ ? તેના જવાબમાં પાસવાને કહ્યું કે ભારત એક બગીચો છે અને તેમાં દરેકને ખિલવાની તક મળવી જોઈએ. એ ન્યાયે હિંદુને મુસલમાનની, પાટીદારોએ દલિતની અને દલિતોએ પાટીદારોની વાત કરવી જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ મીડિયા સેન્ટરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં જીતી શકાય ત્યાં ચૂંટણી લડવાની હોય. કેન્દ્રમાં ભાજપ સાથે અમારું જોડાણ છે પછી ઉમદેવારો ઊભા રાખવાની શું જરૂર છે.
અમદાવાદમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવેલા ભારત સરકારના મંત્રી રામવિલાસ પાસવાને પોતાની પાર્ટી આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર ઊભા નહીં રાખે તેવી જાહેરાત કરી હતી.
ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે આવેલા કેંદ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું કે, ”દલિતો પર થતા અત્યાચારને હું વખોડું છું પણ ઊનાકાંડ બહુ મોટી ઘટના નથી. આવી નાનીમોટી ઘટનાઓ તો બનતી રહે, સરકારે એક્શન પણ લીધા છે. મારે ત્યાં બિહારમાં તો રોજેરોજ આવી ઘટનાઓ બને છે કોઈ નોંધ પણ લેતું નથી”
ગાંધીનગરઃ ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારોએ આખા દેશમાં ખળભળાટ મચાવ્યો હતો ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આ હત્યાકાંડને સામાન્ય ગણાવતાં દલિતોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે. મોદી સરકારના પ્રધાન રામવિલાસ પાસવાને શનિવારે એવું નિવેદન કર્યું હતું કે, ” ઊનાકાંડ જેવી નાનીમોટી ઘટનાઓ તો બનતી રહે”.
- - - - - - - - - Advertisement - - - - - - - - -