જીતુ વાઘાણી રાજપૂતોના પગે પડી ગયાઃ અમિત શાહની હાજરીમાં માફી માગીને શું કહ્યું? જાણો વિગત
ભાવનગર: ભાવનગરના બુધેલ ગામના સરપંચ સામે જમીન વિવાદ મામલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સાથે સર્જાયેલા વિવાદનો અંત આવી ગયો છે. ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં શનિવાર રાત્રે જીતુ વાઘાણીએ રાજપૂત સમાજની માફી માગી લેતા સમાધાન થઈ ગયું હોવાનું બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સંદર્ભમાં કારડિયા રાજપૂત સમાજના આગેવાન કાનભા ગોહિલે કહ્યું હતું કે, ‘સૌથી પહેલા અમે સૌ આનંદીબેન પટેલના બંગલે ભેગા થયા હતા અને ત્યાંથી અમિત શાહના બંગલે ગયા હતાં. જ્યાં જીતુભાઈ વાઘાણીએ મારી ભૂલ થઈ ગઈ, હું અને દાનસંગમ ોરી મિત્રો હતાં. જે થયું તે માટે દિલગીરી વ્યક્ત કરું છું એમ કહ્યું અને અમિતભાઈ બધાં ખોટા કેસો પાછા ખેંચી લેવાની ખાતરી આપી એટલે અમારે કંઈ કરવાનું રહેતું નથી.’
કારડિયા સમાજની તમામ માગણીઓ સંતોષવાની બાહેંધરી આપવામાં આવતાં રવિવારે બુધેલમાં કારડિયા સમાજના અગ્રણીઓના જમણવારનું આયોજન કરાયું છે. મહત્વનું છે કે, બુધેલમાં સરકારી જમીન મામલે બુધેલના સરપંચ દાનસંગભાઈ મોરી સામે કેસ થયો હતો. બાદમાં આ કેસમાં તેમને છ મહિનાની સજા થઈ હતી. જેને લઈને કારડિયા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપ અગ્રણીઓ દ્વારા અમારી તમામ માગણીઓનો મૌખિક સ્વીકાર કર્યો છે અને તમામ કેસો પાછા ખેંચવાની બાંહેધરી આપવામાં આવી છે. દાનસંગભાઈ મોરીએ ઉમેર્યું હતું કે, પીએમના આદેશ બાદ કારડિયા રાજપૂત સમાજ સાથે સમાધાનકારી વલણ અપનાવવામાં આવતાં સમાજના ૫૦થી વધુ અગ્રણીઓ ગાંધીનગરમાં હાજર રહ્યાં હતા.
ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ, કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને મંત્રી જશાબારડ, બાવળાના કારડિયા રાજપૂતના અગ્રણી કાનભા ગોહિલ, બુધેલના સરપંચ સહિતના અગ્રણીઓ શનિવાર રાત્રે મળ્યા હતા અને બુધેલમાં જમીન મામલે થયેલા વિવાદના સમગ્ર ઘટનાક્રમ અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ માફી માગી લેતા સમગ્ર મામલે સુલેહ થઈ ગઈ હોવાનું કારડિયા રાજપૂત સમાજના પ્રમુખ અને મંત્રી જશાબારડ અને બુધેલના સરપંચે પણ જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -