ભાજપની યાદી તૈયાર, ક્યા 8 મિનિસ્ટર અને 3 સંસદીય સચિવોને નહીં મળે ટિકિટ? જાણો વિગત
દસક્રોઈમાં બાબુ જમના સામે સખત વિરોધ હોઈ પાર્ટી ગુજરાત સ્ટેટ કો. ઓ. બેન્ક તથા એડીસી બેન્કના ચેરમેન અજય પટેલને અહીં ટિકિટ આપવાનું વિચારી રહી છે. સુરત પશ્ચિમમાં પૂર્ણેશ મોદી સામે વિરોધ હોઈ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ સામે તેમણે મોરચો માંડચાં પાર્ટી ત્યાં નવો ચહેરો મૂકશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસંસદીય સચિવોમાં મંત્રીમંડળમાંથી બહાર કાઢી સંસદીય સચિવ બનાવાયેલા અને ચાર ટર્મથી ચૂંટણી જીતતા વાસણ આહીરને બદલવામાં આવશે. વાસણ આહિર કચ્છના અંજાર વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના બદલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માવજી સોરઠિયાને ફરી ટિકિટ આપવાના ચક્રો ગતિમાન થયા છે.
રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી ડો. નિર્મલા વાધવાણીને ગઈ વખતે પાર્ટીએ નરોડા બેઠક ઉપર સ્કાયલેબની માફક ઉતાર્યા હતા. તેથી સિંધી સમાજમાં એમની સામે સખત નારાજગી છે અને ઉમેદવાર બદલવાનું દબાણ છે, પરિણામે પાર્ટી અહીં જૂના વિશ્વાસુ થાવાણીને ઉતારવાનું વિચારી રહી હોવાનું જણાવાઈ રહ્યું છે.
કૃષિ તથા શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી વલ્લભ વઘાસિયાને પણ સાવરકુંડલામાં પ્રવર્તતો રોષ ભરખી ગયો છે. એટલે ત્યાં નવો ચહેરો મૂકવાનું નક્કી છે.
આણંદનું પ્રતિનિધિત્વ કરતા ઉદ્યોગના રાજ્યમંત્રી રોહિત પટેલની બાદબાકી તો ઘણા સમય પહેલાંથી નક્કી થઈ ગઈ છે. પાર્ટી અહીં યોગ્ય ઉમેદવારની શોધમાં છે, નહીં તો છેલ્લે ચરોતર બેન્કના કૌભાંડમાં જેમનું નામ ઊછળ્યું હતું, તેવા દીપક સાથેની પાર્ટી ચૂંટણી જંગમાં ઉતારવા મજબૂર થશે એમ સૂત્રો કહે છે.
રાજ્યકક્ષાના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સામે વડોદરાના રાવપુરામાં સખત વિરોધ છે. સંઘનો એક વર્ગ, 2002ના રમખાણોના કેસોમાં કામગીરીના કારણે એમની તરફેણ કરી રહ્યો છે. પાર્ટી તેમને નહીં બદલે તો સીટ ગુમાવશે એવી રજૂઆતો ધ્યાને લઈ અહીં મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિ પંડ્યાને ટિકિટ અપાઈ રહી હોવાનું જણાવાઈ રહ્યું છે.
ઠક્કરબાપાનગરના ધારસભ્ય એવા 73 વર્ષીય રાજ્યકક્ષાના પરિવહન મંત્રી વલ્લભ કાકડિયાને પાર્ટીએ બનાવેલો 75 વર્ષની વયમર્યાદાનો નવો માપદંડ નડી ગયો છે. તેમના પરફોર્મન્સથી પણ પાર્ટી ખુશ નથી એટલે ત્યાં જૂના જોગી ગોરધન ઝડફિયાને ઉતારવાનું પાર્ટીએ નક્કી કર્યું છે.
અંકલેશ્વરમાં પનવાઈ શુગર ફેક્ટરીના ચેરમેન એવા કોળી સમાજમાંથી આવતા રાજ્યકક્ષાના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ હમણાં જ નાદુરસ્તીમાંથી બહાર આવ્યા છે પણ અંકલેશ્વરમાં એમની સામે રોષ જોઈ પાર્ટીએ એમને પડતા મૂકવાનું મન બનાવી લીધું છે.
ચાર ચોપડી પાસ રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી નાનુ વાનાણી પાર્ટીના ફેવરિટ છે પણ હીરાના 4 ઉદ્યોગપતિઓ સિવાય કોઈ ના કામો વાનાણીએ બે ટર્મમાં કર્યા ના હોઈ કતારગામમાં લેઉઆ પટેલ સમાજમાં એમની સામે ભારે આક્રોશ છે. વર્તમાન કોર્પોરેટરો- વિનુ મોરડિયા અથવા જગદીશ પટેલમાંથી કોઈ એકને ટિકિટ અપાશે એવું સ્પષ્ટ છે.
આ 8 રાજ્ય કક્ષાના મંત્રીઓમાં જ્યંતિ કવાડિયાનું નામ ટોચ પર છે. ધ્રાંગધ્રામાંથી ચૂંટાયેલા પંચાયત-ગ્રામ વિકાસ રાજ્યમંત્રી જયંતી કવાડિયાએ પાટીદાર આંદોલનને કારણે ચૂંટણી લડવાની સામેથી અનિચ્છા જાહેર કરી દીધી હોઈ ભાજપના નિર્ણયર્ક્તાઓએ એમના નામ ઉપર ચોકડી મારી દીધી છે.
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપે પોતાન ઉમેદવારોની યાદી તૈયાર કરી લીધી છે ત્યારે એક ટોચના ગુજરાતી દૈનિકના અહેવાલ પ્રમાણે આ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી કેબિનેટના 25 મંત્રીઓમાંથી 8 મંત્રીઓની તથા 11 સંસદીય સચિવોમાંથી 3 સંસદીય સચિવોની ટિકિટ કપાવાનું પણ નિશ્ચિત છે.
ભાજપના ટોચના વર્તુળોનું માનવું છે કે આ વખતે એન્ટિ ઇન્કમ્બન્સીનું વાવાઝોડું ખાળવું હોય તો 70 ટકા નવા ચહેરા મૂકવા પડે. આ હિસાબે હજુ વધુ મંત્રીઓ અને સંસદીય સચિવો પડતા મૂકાય તો તેમાં નવાઈ નહીં. ભાજપનાં સૂત્રોના કહેવા પ્રમાણે નવેનવ કેબિનેટ મંત્રીઓને રિપીટ કરવામાં આવશે, પરંતુ રાજ્યકક્ષાના 8 મંત્રી કપાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -