મહેશ શાહની કંપનીની રજીસ્ટર્ડ ઓફિસમાં હવે ચાલે છે દાબેલીનો ધંધો, જાણો બીજી ચોંકાવનારી વિગતો
2008થી મહેશ શાહ, તેનો પુત્ર મોનિતેશ શાહ અને દુષ્યંત શાંતિલાલ પટેલ, આ ત્રણ લોકો કંપનીના ડાયરેક્ટર છે. મહેશના પિતા ચંપકલાલ શાહનો પણ રિયલ એસ્ટેટનો ધંધો અમદાવાદ, રાજકોટ અને મુંબઈમાં હતો. પરંતુ બાપની જેમ પુત્ર ધંધામાં સારું પ્રદર્શન કરી શક્યો નહોતો, મહેશને જાણનાર લોકોના મતે, તેને રીયલ એસ્ટેટનો ધંધો જ નથી, પરંતુ તે જમીનની દલાલીના ધંધામાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેશ રિયલ એસ્ટેટની જે કંપની ચલાવે છે, તે કંપની પણ ડબ્બા બરાબર છે. મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેશન અફેસર્સની વેબસાઈટ પર મહેશ શાહની કંપની વિશે જે જાણકારી નોંધાઈ છે, તે પ્રમાણે કંપનીનું નામ અનમોલ લેંડ ઑર્ગેનાઈજર્સ પ્રાઈવેટ લિમિટેડ છે. આ કંપની લિસ્ટેડ નથી અને તેની ઑથોરાઈઝ્ડ કેપિટલ એક લાખ રૂપિયા છે.
મહેશ શાહે આ જંગી રકમ આઈડીએસ સ્કીમ હેઠળ જાહેર કરી હતી. હવે એ રહસ્ય પરથી પડદો ઉઠવો જરૂરી છે. કે આખરે મહેશ શાહે આવી જાહેરાત કેમ કરી? જો કે આવક વેરા વિભાગના અધિકારીઓએ જે પ્રકારે વલણ દાખવ્યું છે તેને જોતા સંભાવનાઓ ઓછી દેખાઈ રહી છે. આખરે કોના દબાણમાં આવીને આયકર વિભાગના અધિકારીઓ મહેશ શાહને છાવરી રહ્યા છે. આ વલણના લીધે ખુદ આયકર વિભાગ શંકામાં છે.
જો કે હાલ ત્યાં મહેશ શાહની ઓફિસની જગ્યાએ ત્યાં કચ્છી કીંગ નામની દાબેલીની દુકાન છે અને તે પણ બીજાને વેચી દીધી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે 2012માં તેણે પોતાની કંપનીની ઓફિસ ફાસ્ટફૂડવાળા વેપારીને વેચી દીધી હતી. હવે સવાલ એવો ઉઠે છે કે જે આદમીએ પોતાની કંપનીની ઓફિસ સુધી વેચી નાખી છે, તે 13860 કરોડ રૂપિયાનું કાળા નાણું બીજા લોકો માટે સફેદ કરવાના કામમાં કંઈ રીતે લાગેલો છે?
અમદાવાદ: ઈન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ (આઈડીએસ) હેઠળ રૂપિયા 13,860 કરોડનું કાળુ નાણું જાહેર કરીને રહસ્યમય રીતે ભૂગર્ભમાં ઉતરી ગયેલા અમદાવાદના મહેશ શાહે શનિવારે મીડિયા સામે હાજર થઈને લોકોને આંચકો આપ્યો હતો. હવે જ્યારે પૂછપરથમાં તેના ધંધા વિશે એવું જાણવા મળ્યું છે કે, મહેશે તેની કંપનીની રજીસ્ટ્રર્ડ ઓફિસ, અમદાવાદ શહેરના સોલા રોડ વિસ્તારના ગોકુલ એપાર્ટમેંટના એમ-18-208માં હોવાનું દર્શાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -