✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

‘પાટીદાર બહેનો બહાર નીકળી ચાચા ચાયવાલા, અને ફઇબાને સમાજની તાકાત બતાવે’: રેશ્મા પટેલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  18 Jul 2016 10:16 AM (IST)
1

રેશ્માએ જણાવ્યું હતું કે 15 વરસ સુધી આપણે હિટલરશાહી સરકારને સાથ સહકાર આપ્યો. આ સરકાર આપણું ન માને તો 2017માં તેઓને ચમત્કાર બતાવવાનો સમય આવી ગયો છે. પાટીદાર સમાજની માતાઓ અને બહેનોને ઝાંસીની રાણીની જેમ બહાર નીકળી ચાચા ચાયવાલે અને ફઇબાને પટેલ સમાજની તાકાત બતાવવાની છે.

2

સભાને સંબોધિત કરતા રેશ્માએ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી આનંદીબેન પર પ્રહારો કર્યા હતા. તેમણે લોકોને સંબોધતા કહ્યું કે, ચાચા ચાયવાલે અને ફઇબાને પટેલ સમાજની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે.

3

સિહોરઃ ભાવનગરના સિહોર ખાતે પાટીદાર સમાજની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાટીદાર મહિલા નેતા રેશ્મા પટેલ, અતુલ પટેલ, મંજુલાબેન પટેલ સહીતના પટેલ સમાજના અગ્રણીઓ અને પાટીદાર સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

4

આ મહારેલીમાં 12 હજારથી 15 હજારની મેદની એકત્ર થશે તેવો દાવો આયોજકોએ કર્યો હતો પણ સભામાં ફક્ત 1500 જેટલા લોકો જ એકત્ર થતા આંદોલનનો વેગ ઘટતો જતો હોવાની ચર્ચા લોકોમાં થઇ હતી.

  • હોમ
  • અમદાવાદ
  • ‘પાટીદાર બહેનો બહાર નીકળી ચાચા ચાયવાલા, અને ફઇબાને સમાજની તાકાત બતાવે’: રેશ્મા પટેલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.