ભાજપની હાર મુદ્દે રેશમા પટેલે લખ્યું: યહ અભિમાન કી હાર હૈ......બીજું શું શું લખ્યું? જાણો વિગત
જ્યારે બીજા ટ્વીટમાં રેશ્માએ સીધો મોદી સરકાર પર પ્રહાર કર્યો, તેને લખ્યુ કે, ચૂંટણીના પરિણામો જોઇને મને પ્રસિદ્ધ શાયરની બે પંક્તિઓ યાદ આવી આવી... તમારા પહેલા તે એક શખ્સ જે અહીં તખ્ત-નશી હતો, તેને પણ પોતાની જાતને માનવા પર એટલો જ વિશ્વાસ હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેશ્માએ ટ્વીટ કર્યુ જેમાં, લખ્યુ કે, આ આત્મવિશ્વાસની હાર છે, આ અભિમાનની હાર છે. જનતાનુ એક એક આસુ શાસન માટે ખતરો છે એ ક્યારેય ના ભુલવુ જોઇએ, જયહિન્દ....
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મળેલી કારમી હારને લઇને પાટીદાર અગ્રણી રેશ્મા પટેલે બીજેપી પર પ્રહાર કર્યો છે. તેને કેટલાક ટ્વીટ કર્યા છે, જેમા મોદી-શાહ અને બીજેપીની નીતિઓને આડેહાથે લીધી છે. તેને ભાજપને અભિમાની પક્ષ ગણાવ્યો છે.
અમદાવાદઃ ભાજપના નેતા અને પાટીદાર અગ્રણી રેશ્મા પટેલે મોદી અને બીજેપીના વલણને લઇને નિશાન તાક્યુ છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોને લઇને રેશ્માએ ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ છે, તેને ભાજપને મળેલી હારને અભિમાનની હાર ગણાવી છે.
નોંધનીય છે કે, રેશ્મા પટેલ પહેલા પાટીદાર આંદોલન સાથે જોડાઇ હતી બાદમાં ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઇ ગઇ હતી. હવે તેને પોતાની જ પાર્ટી સામે રોષ ઠાલવ્યો છે.... રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચાલુ સત્તા ગુમાવવા પર મોદી અને ભાજપને નિશાને લીધુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -