અમદાવાદની સ્કૂલમાં શિક્ષકે ધો-10ના વિદ્યાર્થીને માર મારતાં હાથમાં ફ્રેક્ચર થયું પછી શું થયું, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપરિવાર અત્યાર સુધી વિદ્યાર્થીને મળેલાં બધાં જ મેડલો લઈને આવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, અમે આ શાળા પર વિશ્વાસ મુક્યો હતો. અમારા પરિવારમાંથી બીજા બે બાળકો પણ અહીં જ ભણ્યા હતાં. પરિવારનાં હોબાળા બાદ તંત્રએ તેમને જવાબ આપતા કહ્યું હતું કે, આ ઘટના અંગે કાર્યવાહી કરવામાં આવશે.
પરિવાર ફ્રેક્ચરવાળા વિદ્યાર્થીને શાળામાં લઈ જઈ ત્યાંનાં વહીવટી તંત્ર અને આચાર્ય સામે આ અંગેની ફરિયાદ કરી હતી. તેમણે એક જ માંગ પકડી હતી કે, જે શિક્ષકે અમારા દીકરાને માર્યો છે તેને અમારી સામે લાવો. અમારે તેમને પૂછવું છે કે આવું કેમ કર્યું. અમારો છોકરો ભણવામાં અને અન્ય પ્રવૃત્તિઓમાં ઘણો હોશિયાર છે.
અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં આવેલી મેહતા ઠાકર નામની શાળામાં હોબાળો મચ્યો હતો. શિક્ષકે ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને એટલો માર માર્યો હતો કે તેને જમણાં હાથમાં જ ફ્રેક્ચર થઈ ગયું હતું.
અમદાવાદ: સાબરમતીની મહેતા ઠાકર સ્કૂલમાં શિક્ષકે ધોરણ 10નાં વિદ્યાર્થીને માર મારતાં હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને માર મારતાં તેને હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે ત્યાર બાદ પરિવારે શાળામાં જઈને હોબાળો મચાવ્યો હતો. પરિવારની માંગ હતી કે જે શિક્ષકે મારા છોકરાને માર માર્યો છે તેને અમારી સમક્ષ હાજર કરો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -