રેશમા પટેલનું તડ ને ફડઃ ભાજપે શિસ્તની યાદ અપાવતાં શું આપ્યો સણસણતો જવાબ ?
રેશમા પટેલે મહારાષ્ટ્રમાં મરાઠાને અનામત મુદ્દે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાતમાં અનામત ન મળે તેમ કહેતા હતા, તો મહારાષ્ટ્રમાં કેવી રીતે અનામત આપી? તેમણે ઉમેર્યું હતું કે, અમારે આમાં ગુજરાત સરકારનો બચાવ કેવી રીતે કરવો?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ગુજરાતી વેબસાઇટ સાથેની વાતચીતમાં રેશમા પટેલે જણાવ્યું હતું કે, હું એ લોકોની ખોટી શિસ્તમાં નહીં રહી શકું, હું આમ જ કામ કરીશ. તેમને તકલીફ હશે તો તે નિર્ણય કરશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસ મુક્ત ભારતના નારા સાથે સહમત નથી. રાહુલ ગાંધીના સાથે બધાને સાથે લઈને ચાલવાના નિવેદન સાથે સહમત છું.
અમદાવાદઃ પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયા પછી ટ્વીટ કરીને આ આત્મવિશ્વાસની હાર નહીં, પરંતુ અભિમાનની હાર છે, તેમ ભાજપના નેતા રેશમા પટેલે ટ્વીટ કર્યું હતું. જોકે, તેમને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ ટકોર કરી હતી કે, શિસ્તમાં રહેવું જોઇએ. જોકે, રેશમાએ તેમને પણ સણસણતો જવાબ આપ્યો છે કે, હું ખોટી ડિસીપ્લીનમાં નહીં રહી શકું, એ લોકોને અભિમાન કેટલું છે.
તેમણે જણાવ્યું હતું કે, ભાજપને સત્તાનું ઘમંડ હતું, જેનું પરિણામ આવ્યું છે. રેશમા પટેલે ગઈ કાલે સોશિયલ મીડિયા પર ભાજપની હાર પછી લખ્યું હતું કે, આ આત્મવિશ્વાસની નહીં પણ અભિમાનની હાર છે, જનતાનો એક એક આંસુ સરકાર માટે જોખમી છે તે ભૂલશો નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -