ભાજપ નેતાગીરી સામે બાંયો ચડાવનારાં રેશમા પટેલ ક્યા ધર્મસ્થાનની મુલાકાતે પહોંચ્યાં? જાણીને આશ્ચર્ય થશે
રેશ્માએ ટ્વીટ કર્યુ જેમાં, લખ્યુ કે, આ આત્મવિશ્વાસની હાર છે, આ અભિમાનની હાર છે. જનતાનુ એક એક આસુ શાસન માટે ખતરો છે એ ક્યારેય ના ભુલવુ જોઇએ, જયહિન્દ....
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ રેશ્મા પટેલે પોતાની જ પાર્ટી પર કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ હતુ. તેને ભાજપને મળેલી હારને અભિમાનની હાર ગણાવી છે.
આ પ્રહારો પછી રેશમા ચૂપ છે ને તેનું કારણ એ છે કે, રેશમા પટેલ હાલમાં રાજસ્થાનમાં છે. રેશમા પટેલે અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહની મુલાકાત લીધી હતી. તેમણે દરગાહ પર ચાદર પણ ચઢાવી હતી. રેશમા પટેલે પોતાના ફેસબુક પેજ પર આ મુલાકાતની તસવીરો મૂકી છે.
અમદાવાદઃ દેશનાં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની કારમી હારના પગલે ભાજપ નેતાગીરી સામે આકરા પ્રહારો કરનારાં ભાજપનાં મહિલા નેતા રેશમા પટેલ એ પછી ગાયબ થઈ ગયાં છે. રેશમા પટેલે ભાજપ નેતાગીરીને અભિમાની ગણાવી હતી અને ભાજપની હારને અભિમાનની હાર ગણાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -