અમદાવાદ રીવરફ્રન્ટ પર યુવક-યુવતી ચોંટીને જાહેરમાં કરી રહ્યાં હતાં અશ્લીલ હરકતો ને પોલીસ આવી ગઈ, પછી શું થયું ?
જો કે પોલીસે તેમને જાહેરમાં અશ્લીલ હરકતો કરવું એ અપરાધ છે કેનું સાફ શબ્દોમાં સમજાવીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. તેમની સામે ગુનો નોંધાતાં તેમનાં પરિવારજનો દોડતાં થઈ ગયાં હતાં ને પોલીસ સ્ટેશને પહોંચ્યાં હતાં. સંતાનોની અશ્લીલ હરકતોથી શરમમાં મૂકાયેલા બંને પરિવાર તેમને જામીન પર છોડાવી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિવરફ્રન્ટ ઈસ્ટના કોન્સ્ટેબલ ભરતભાઈ ધુળાભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, શનિવારે સાંજે ૭-૩૦ વાગ્યાના અરસામાં PIની કાર લઈને રિવરફ્રન્ટ ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ સમયે એક યુવક અને એક યુવતી એકબીજાને બાથ ભરીને ચુંબન કરતા હતા. સાથે સાથે એકબીજાનાં અંગો સાથે અશ્લીલ હરકતો પણ કરતાં હતાં.
અમદાવાદઃ સાબરમતી રીવરફ્રન્ટ પર એકબીજાને બાહુપાશમાં લઈને જાહેરમાં ચુંબન તથા અશ્લીલ હરકતો કરતા એક કોલેજીયન કપલને પોલીસે ઝડપી લીધું હતું. જો કે આ કપલે એકદમ બેશરમ થઈને પોલીસને આવી કોઈ કાર્યવાહી કરવાનો હક ના હોવાનું કહી દીધું હતું. પોલીસ પણ આ વાત સાંભળીને આંચકો ખાઈ ગઈ હતી.
આ દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થઈ રહેલાં રાહદારીઓ પણ શરમ અનુભવી રહ્યાં હતાં. રીવરફ્રન્ટ પર જાહેરમાં ‘કીસ’ કરતાં યુવક-યુવતીને આ બધાની પરવા કર્યા વિના પોતાનામાં મસ્ત હતાં. આ યુવક-યુવતી બીજી પણ અશ્લીલ હરકતો કરી રહ્યાં હતાં અને એકબીજાને બાહુપાશમાં લઈને ખોવાઈ ગયાં હતાં.
આ ઘટનાની જાણ થતાં બંનેના પરિવાર દોડી આવ્યા હતા ને તેમણે માફી માગીને તેમને છોડવા વિનંતી કરી હતી પણ ફરિયાદ નંધાઈ હોવાથી પોલીસે તેમને જામીન પર મુક્ત કર્યા હતા. બંનેને તેમના પરિવારની હાજરીમાં પણ કોઈ શરમ ક સંકોચ નહોતો ને કશું ખોટું કર્યું હોવાનું તેમને લાગતું નહોતું.
પોલીસે જીપ અટકાવીને યુવક-યુવતીને ઠપકો આપ્યો હતો. જો કે ઉલટા ચોર કોટવાલ કો ડાંટે એમ પોલીસને એવો જવાબ મળ્યો હતો કે, 'અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અણને રોકવાનો કોઈ અધિકાર તમને નથી' યુવક-યુવતીના જવાબ સાંભળીને પોલીસ પણ આંચકો ખાઈ ગઈ હતી.
તેમણે બંનેને સમજાવ્યાં પણ શરમ નેવે મુકનાર કપલ દલીલો કર્યા કરતું હતું તેથી આખરે તેમને પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે યુવતી રખિયાલની ૨૩ વર્ષની યુવતી મેઘના અને ૨૪ વર્ષના હાર્દિકની સામે જાહેરમાં અશ્લીલ ચેનચાળાં કરવા અંગે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -