બરવાળા-ધંધુકા હાઈવે પર ટ્રક-જીપ વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 11 લોકોના મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે અકસ્માતનું પંચનામું કરી મૃતકોની ઓળખનું કામ શરૂ કર્યું હતું.પ્રાથમિક તપાસમાં એવું માલૂમ પડ્યું હતું કે જીપનો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી અંકુશ ગુમાવી બેઠો હતો અને જીપ રસ્તાની વિરુદ્ધ દિશામાં ગઈ હતી, પરિણામે સામેથી આવતી ગેસ સિલીન્ડરો ભરેલી ટ્રક સાથે એ અથડાઈ પડી હતી.
મૃતકોમાં હિતેશ શાહ (52), વિભા શાહ (48), નિદીપ શાહ (22), કિરણ સાહ (45), જિનાલી શાહ (20), નેમીલ શાહ (17), શશિકાંત શાહ (56), રીટા શાહ (52), ધરા શાહ (25). અન્ય ત્રણ જણનાં નામ તત્કાળ જાણી શકાયા નથી. અકસ્માતમાં 17 વર્ષના જૈનમ શાહનો ચમત્કારિક રીતે બચાવ થયો છે.
અકસ્માતને ભેટનાર મુંબઇનો જૈન પરિવાર પાલિતાણા ખાતે દર્શન માટે જઇ રહ્યો હતો. જાણકારી મુજબ, મૂળ ગુજરાતના તારાપુર નજીકના પચેગામના વતની અને મુંબઇ સ્થાયી થયેલો શાહ પરિવાર રવિવારે સવારે જૈન તીર્થધામ પાલિતાણા ખાતે દર્શન માટે કઇ રહ્યો હતો. ત્યારે ધંધુકા-બરવાળા હાઇવે પર તેમની તૂફાન જીપ અને ટ્રક સામ-સામે અથડાઇ હતી. અકસ્માતમાં જીપના ડ્રાઇવર અને જૈન પરિવારના સભ્યો સહિત 11 લોકોના મોત થયા હતાં.
અમદાવાદ: રવિવારે વહેલી સવારે બરવાળા-ધંધુકા હાઇવે પર ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 11 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં પાંચ મહિલા અને છ પુરુષોનો સમાવેશ થાય છે, જ્યારે એક બાળકનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -