આજથી ડ્રાઈવિંગ લાઈસન્સની ફીમાં જંગી વધારો, જાણો હવે વિવિધ કામ માટે કેટલી રકમ ચૂકવવી પડશે
ઉપરાંત ડ્રાઇવિંગ સ્કૂલની રિન્યૂઅલ ફી પણ રૂપિયા 10 હજાર કરી દેવામાં આવી છે. જ્યારે ડ્રાઇવિંગ સ્કૂલના ડુપ્લિકેટ લાઇસન્સની ફી રૂપિયા 5000 કરવામાં આવી છે. ડ્રાઇવરના બેઝની ફી પણ વધારી રૂપિયા 400 કરી દેવામાં આવી છે. જ્યારે લાઇસન્સને લગતી અન્ય આનુસાંગિક ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલાઇસન્સમાં સુધારા માટેની ફી પણ વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત લાઇસન્સને લગતી અન્ય તમામ બાબતોની ફીમાં પણ જંગી વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જ્યારે એનઓસીની ફી પણ વધારી રૂપિયા 200 કરી દેવાઈ છે. ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપરાંત ડ્રાઇવિંગ સ્કૂલ અંગેના લાઇસન્સની ફી પણ વધારી રૂપિયા 10 હજાર કરવામાં આવી છે.
અમદાવાદઃ રાંધણ ગેસ,અમૂલ દૂધ બાદ હવે વાહન લાઈસન્સની ફીમાં બમણાંથી લઇ 16 ગણા સુધીનો વધારો ઝીંકાયો છે. રાજ્યની તમામ RTOમાં બુધવારથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવા ફીના ધોરણો અમલી બનશે. હાલમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે રૂપિયા 250 ફી લેવામાં આવે છે તેના બદલે હવે નવા ફી માળખા મુજબ રૂપિયા 400 ફી વસૂલવામાં આવશે.
તેવી જ રીતે કાચા લાઇસન્સથી લઈને લાઇસન્સમાં ફેરફાર સહિતની તમામ ફીમાં જંગી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યૂઅલની ફીમાં પણ તોતિંગ વધારો કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. આમ, અગાઉ રાજ્યની તમામ RTOમાં ડ્રાઇવિંગ લાઇસન્સ સિવાયની તમામ ફીમાં જંગી વધારો કરાયા બાદ હવે ડ્રાઇવિંગ લાઇસન્સ સહિતની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવો ફી વધારો બુધવારથી અમલી બનશે અને તેને લઈને સારથી નામના સોફ્ટવેરમાં પણ સુધારા કરી દેવામાં આવ્યા હોવાનું RTOના સૂત્રોએ જણાવ્યું હતું. કાચા લાઇસન્સથી લઈને લાઇસન્સ રિન્યૂ કરવા સુધીની તમામ ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં કાચા લાઇસન્સ માટેની ફી રૂપિયા 30થી વધારીને રૂપિયા 150 કરી દેવામાં આવી છે. જ્યારે પાકા લાઇસન્સ માટે અગાઉ રૂપિયા 250 ફી હતી તેના સ્થાને હવે રૂપિયા 400 ફી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -