પોલીસ સાથે ધરોબો રાખી લોકોની સાથે છેતરપિંડી કરનારા સાજીદ સૈયદની ધરપકડ
સાજીદ એટલે પોલીસનો વહીવટદાર તેવી પણ તેણે છાપ ઉભી કરી હતી. બીજીબાજુ અનેક કાર્યક્રમ પોલીસના સુરક્ષા સેતુ હેઠળ કર્યા અને પોલીસ સાથે દોસ્તી કરી લોકોનું ફુલેકુ ફેરવ્યું હતું. અત્યારસુધી 10 જેટલા લોકો તેનો ભોગ બન્યા છે અને પોલીસ સમક્ષ આવ્યા છે. કૌભાંડનો આંકડો 16 લાખ સુધી પહોંચ્યો છે. જેમાં સીસીટીવી પ્રોજેક્ટ, સિલાઇ મશીન આપવા, મૌલાના આઝાદ ટ્રસ્ટના મેમ્બરની ઓળખ આપીને અડધી કિંમતે ટુ વ્હીલર અને ફોર વ્હીલર અપાવવા જેવી સ્કીમ હેઠળ સાજીદે કૌભાંડ આચર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના કારંજ ભવન પોલીસસ્ટેશનમાં થોડા સમય પહેલા વાઇફાઇ ઝોન બનાવવામાં આવ્યું હતું. જેનો કોન્ટ્રાક્ટ નોમાન શેખ નામના વ્યક્તિને હેલ્પીંગહેન્ડ્સના સંચાલક સાજીદ સૈયદે આપ્યો હતો. 1 લાખ 60 હજારમાંથી 20 હજાર રૂપિયા એડવાન્સમાં આપી સાજીદ સૈયદે 1.40 લાખ ન ચૂકવી છેતરપિંડી આચરતા કારંજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. સાજીદ સૈયદ ઉંઝાની મિરાદાતા પાસે છુપાયો હોવાની પોલીસને જાણકારી મળી પણ તે એટલો ચબરાખ હતો કે તેનેપોલીસ પકડી જશે તેવી ભનક આવી જતા તે ત્યાંથી નાસિક ભાગી ગયો અને જુહાપુરા ખાતે આવતા જ તે પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યો હતો.
અમદાવાદ :અમદાવાદમાં સુરક્ષા સેતુના નામ પર આઇપીએસ અધિકારીથી માંડીને એસીપી ડીસીપી અને પીઆઇ સાથે સંબંધો બનાવી લોકોનું ફુલેકું ફેરવનારા વ્યક્તિ સામે છેતરપિંડીનો ગુનોનોંધાતા પોલીસે આરોપી સાજીદ સૈયદની ધરપકડ કરી છે. મળતી વિગતો અનુસાર, આરોપી સાજીદ સૈયદે પોલીસ કમિશનરથી માંડીને મોટાભાગના અધિકારીઓ સાથે મિલીભગત કરી હતી. સીસીટીવી પ્રોજેક્ટ, સિલાઇ મશીન ગરીબ બહેનોને આપવાજેવા અનેક કાર્યક્રમો કરી લોકોનું ફુલેકું ફેરવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -