સાણંદમાં લવમેરજ કરનાર યુવક-યુવતીની હત્યામાં શું થયો મોટો ધડાકો? વાંચીને લાગી જશે આઘાત
અમદાવાદઃ સાણંદમાં પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરનાર યુવક-યુવતીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે યુવતીની હત્યા થઈ એ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે હત્યારા ભાઈ સામે પોલીસ વધુ એક ગુનો નોંધશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની બહેનનાં પ્રેમલગ્નથી નારાજ ભાઈએ પોતાની સગી બહેન અને બનેવીની નિર્મમ હત્યા કરી નાંખી હતી. પરંતુ હવે સામે આવ્યું છે કે, તેની બહેન ગર્ભવતી હતી અને તેનું પણ મોત થયું છે. ત્યારે હવે હાર્દિક સામે વધુ એક હત્યાનો ગુનો પણ નોંધાશે.
21 વર્ષીય યુવતી તરુણા પરમાર દેત્રોજના કોઇત્યા ગામની રહેવાસી છે, જ્યારે 22 વર્ષીય વિશાલ પરમાર સાણંદ છારોળી ગામનો રહેવાસી છે. ત્રણ દિવસ પહેલાં સાણંદમાં ભાડાનાં મકાનમા આ બંને યુગલો રહેવા માટે આવ્યાં હતાં. તરુણાએ ભાગીને લગ્ન કરી લેતા સમાજમાં બદનામી થતા પરિવારે ઘર છોડી વિરમગામ જવા રહેવા જવું પડ્યું હતું.
સાણંદ બસ સ્ટેન્ડ નજીક આવેલા દલિતવાસમાં ભાઈ હાર્દિક ચાવડાએ પોતાની સગી બહેન તરુણા અને બનેવી વિશાલની હત્યા કરી નાંખી હતી. ભાડાના મકાનમા માત્ર 3 દિવસ પહેલા આ દંપતી રહેવા આવ્યું હતું. આ અંગેની જાણ તેના ભાઈને થતાં ત્યાં જઈને બંની હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે ટૂંક સમયમાં જ તેની ધરપકડ કરી લીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -