કિંજલ દવેના ભાઈ આકાશ દવેની પણ થઈ સગાઈ, કયા ગામમાં કરી સગાઈ, જાણો વિગત

Download ABP Live App and Watch All Latest Videos
View In App

પવન જોષીને મોડેલિંગ ફોટોનો બહુ જ શોખ છે. સગાઈના દિવસે કિંજલે ચણિયાચોળી પહેરી હતી અને પવન જોધપુરીમાં સજ્જ થયો હતો. સગાઈ થયા બાદ પવને કિંજલ દવેનો એક વીડિયો શેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 20 તારીખે અખાત્રિજના દિવસે જ કિંજલ દવે અને પનવ જોષીએ સગાઈ કરી લીધી હતી. જેમાં સગા-સંબંધીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. કિંજલ દવેનો ફિયાન્સે પવન જોષી અમદાવાદના વસ્ત્રાપુરમાં રહે છે. પનવ જોષી મૂળ પાટણ જિલ્લાના સરીયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે.
સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, આકાશ દવેની જ્યાં સગાઈ કરવામાં આવી છે તે ગામમાં કિંજલની પણ સગાઈ કરવામાં આવી છે. આ ગામનું નામ છે સરીયર જે પાટણ જિલ્લામાં આવેલું છે.
21 તારીખે પાટણ જિલ્લાના સરીયદ ગામે કિંજલ દવેના ભાઈ આકાશ દવેની સગાઈ કરવામાં આવી હતી જેમાં નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. સગાઈ તસવીરો આકાશના પિતા લલિતભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જે વાયરલ થઈ છે.
કિંજલ દવે અને પવનની સગાઈ સામાજીક રીત-રિવાજો પ્રમાણે કરવામાં આવી હતી તે જ રીતે આકાશની પણ સગાઈ સામાજીક રીતે કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલાં જ પરિવાર સાથે કિંજલ સગાઈ માટે ખરીદી પણ કરી રહી હતી જ્યારે ભાઈ આકાશે પણ ખરીદી કરી હતી.
અમદાવાદ: ‘ચાર ચાર બંગડીવાળી ગાડી લાવી દઉં’ સોંગથી ફેમસ થયેલ કિંજલ દવેએ ચૂપકેથી તેના તેના બાળપણના મિત્ર એવા પવન જોષી સાથે અખાત્રિજના દિવસે જેસંગપરામાં સગાઈ કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. હવે નવા સમાચાર સામે આવી રહ્યા છે કે કિંજલ દવેના ભાઈ આકાશ દવેની પણ સગાઈ કરવામાં આવી છે. 21 તારીખે પાટણ જિલ્લાના સરીયદ ગામમાં આકાશની સગાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેની તસવીરો તેના પિતા લલીતભાઈએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -